એનડીએ પાસે સંખ્યા હોવાતી ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ પદની દોડમાં આગળ છે

એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) અને વિપક્ષી ભારત બ્લોક વચ્ચે લોક્સભાના અયક્ષ પદ માટે કોઈ સહમતિ ન થયા પછી, બંને જોડાણોએ અલગ-અલગ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હવે ૨૬ જૂને લોક્સભાની કાર્યવાહી શરૂ થવાની સાથે જ પ્રોટેમ સ્પીકર આગામી સ્પીકરને પસંદ કરવા માટે મતદાન કરશે. રાજસ્થાનના કોટાથી ત્રણ વખતના સાંસદ ઓમ બિરલા અને કેરળના માવેલિકારાના ૮ વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશએ અનુક્રમે એનડીએ અને ઈન્ડિયા બ્લોકના ઉમેદવારો તરીકે લોક્સભાના અયક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

૫૪૩ સભ્યોની લોક્સભામાં હાલમાં ૫૪૨ સાંસદો છે કારણ કે કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી છે. ૨૯૩ સાંસદો સાથે એનડીએ પાસે ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. જ્યારે વિપક્ષના ઈન્ડિયા બ્લોકમાં ૨૩૩ સાંસદો છે. જ્યારે અન્ય પક્ષો જે એનડીએ કે ઈન્ડિયા બ્લોકનો ભાગ નથી તેમની પાસે ૧૬ સાંસદો છે. જેમાં કેટલાક અપક્ષોનો પણ સમાવેશ થાય છે. જો આ ૧૬ સાંસદો ઈન્ડિયા બ્લોકના ઉમેદવારને સમર્થન આપે તો પણ તેની સંખ્યા ૨૪૯ સુધી પહોંચી જશે. જ્યારે ચૂંટણી જીતવા માટે ૨૭૧ વોટની જરૂર પડશે.

લોક્સભામાં એનડીએની તરફેણમાં સંખ્યા હોવાને કારણે, ઓમ બિરલા સતત બીજી વખત સ્પીકર બનવાની રેસમાં વિપક્ષી ઉમેદવાર કે સુરેશ કરતાં આગળ હોય તેવું લાગે છે. ઓમ બિરલા ૨૦૧૪માં પહેલીવાર કોટાથી લોક્સભા સાંસદ બન્યા હતા. તેઓ ૨૦૧૯ માં ફરીથી જીત્યા અને સર્વસંમતિથી ૧૭મી લોક્સભાના અયક્ષ તરીકે ચૂંટાયા. આ વખતે તેઓ સતત ત્રીજી વખત કોટાથી સાંસદની ચૂંટણી જીત્યા છે.

લોક્સભામાં, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેની પસંદગી સદનમાં હાજર રહેલા અને મતદાન દ્વારા કરવામાં આવેલા સભ્યોની સાદી બહુમતી દ્વારા કરવામાં આવે છે. સરળ બહુમતી એટલે ૫૦% થી વધુ સભ્યો ગૃહમાં હાજર હોય અને મતદાન કરે. ૫૦ ટકાથી વધુ સાંસદોના મત મેળવનાર ઉમેદવારને સ્પીકર પદ માટે પસંદ કરવામાં આવશે. લોક્સભાની ૫૪૨ સીટોમાંથી ૨૯૩ સીટો એનડીએ પાસે છે. જ્યારે ૫૪૨નો અડધો ભાગ ૨૭૧ છે. આમ, ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન પાસે ગૃહમાં બહુમતી છે અને તેની પસંદગીના સ્પીકરને ચૂંટવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવી શક્યતા છે.

જ્યાં સુધી મહત્વપૂર્ણ દ્ગડ્ઢછ પક્ષો જેમ કે ત્નડ્ઢેં અને ્ડ્ઢઁ ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર કે સુરેશના સમર્થનમાં ક્રોસ વોટ ન કરે ત્યાં સુધી ઈન્ડિયા બ્લોકને સ્પીકરનું પદ મળવાની શક્યતા નથી. પરંતુ એનડીએના બે મોટા સહયોગી ટીડીપી અને જેડીયુએ પહેલાથી જ ભાજપ સમથત ઉમેદવાર સાથે જવાનો નિર્ણય કરી લીધો છે. તે જ સમયે, મમતા બેનર્જીએ બહારથી ઈન્ડિયા બ્લોકને સમર્થન આપીને સ્પીકર પદના ઉમેદવારની પસંદગીના નિર્ણયમાં પોતાને સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. જો તેમની પાર્ટી ટીએમસીના સાંસદો વોટિંગનો બહિષ્કાર કરે છે, તો ઈન્ડિયા બ્લોકના સમર્થનમાં ૨૯ સાંસદોનો ઘટાડો થશે અને તેની સંખ્યા ઘટીને ૨૦૪ થઈ જશે.

એનડીએમાં સમાવિષ્ટ મુખ્ય પક્ષોમાં એકલા ભાજપ પાસે ૨૪૦ સાંસદો છે,ટીડીપી પાસે ૧૬, જદયુ પાસે ૧૨, શિવસેના ૭,એલજેપી ૫, આરએલડી ૨, અપના દળ અને એનસીપી પાસે ૧-૧ સાંસદ છે. આ સિવાય બીજેપીની આગેવાની હેઠળના એનડીએમાં ૧-૧ સાંસદ ધરાવતી અન્ય પાર્ટીઓ પણ સામેલ છે. ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ મુખ્ય પક્ષોમાં કોંગ્રેસના ૯૯ સાંસદો છે. આ પછી સમાજવાદી પાર્ટી ૩૭ સાંસદો સાથે બીજા નંબરની સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે.ટીએમસી પાસે ૨૯ સાંસદો છે, ડીએમકે પાસે ૨૨ સાંસદ છે. શિવસેના, યુબીટીના ૯ સાંસદો, એનસીપી (શરદ પવાર જૂથ)ના ૮ સાંસદો, આમ આદમી પાર્ટીના ૩ સાંસદો, જેએમએમના ૩ સાંસદો ઈન્ડિયા બ્લોક સાથે છે.