
- અમે એલપીજી ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીશું
મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- શરદ ચંદ્ર પવાર (એનસીપી એસસીપી)એ લોક્સભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો છે. મેનિફેસ્ટોમાં મહિલાઓની સુરક્ષા માટે કામ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડવાનો પણ વાયદો જાહેરનામામાં કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોનું નામ એફિડેવિટ રાખ્યું છે. દરમિયાન શરદ પવારે ખેડૂત આત્મહત્યા અંગે અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો.
મેનિફેસ્ટો બહાર પાડતા એનસીપી એસસીપીના નેતા જયંત પાટીલે કહ્યું, ’અમે આજે અમારો મેનિફેસ્ટો બહાર પાડી રહ્યા છીએ. અમારા નેતાઓ મેનિફેસ્ટોમાં સામેલ મુદ્દાઓને સંસદમાં ઉઠાવશે. અમારો મેનિફેસ્ટો એ ’એફિડેવિટ’ છે. મોંઘવારી વધી રહી છે, ખેડૂતો ચિંતિત છે અને બેરોજગારી ચરમસીમાએ છે.
તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં એજન્સીઓનો દુરુપયોગ અને ખાનગીકરણ જેવા મુદ્દાઓ વયા છે. અમે આ તમામ મુદ્દાઓ પર અમારું વલણ પહેલેથી જ વ્યક્ત કરી ચૂક્યા છીએ. અમે એલપીજી ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીશું. જો અમે સત્તામાં આવીશું તો સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ ભરીશું. અમે મહિલા આરક્ષણ પર પણ કામ કરીશું. મહિલાઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે કડક કાયદો લાવવામાં આવશે.
વાસ્તવમાં, અમિત શાહે કહ્યું હતું કે જ્યારે શરદ પવાર કૃષિ પ્રધાન હતા ત્યારે ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેના માટે તેમણે માફી માંગવી જોઈએ. આ અંગે શરદ પવારે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ખેડૂતોની આત્મહત્યા વધી છે. અમિત શાહે પહેલા જણાવવું જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે આત્મહત્યા રોકવા માટે શું કર્યું છે.તે જ સમયે, પીએમ મોદીના નિવેદન પર શરદ પવારે કહ્યું, ’લોકોને અપેક્ષા છે કે દેશના વડા પ્રધાન જાતિ, ધર્મ, ભાષા વગેરેને યાનમાં લીધા વિના દરેક માટે હોવા જોઈએ. એક ભાષણમાં તેમણે દેશમાં લઘુમતીઓ પ્રત્યે અલગ વલણ અપનાવવાનો પ્રયાસ કર્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન અમે લોકો વચ્ચે તેમની સ્થિતિને લઈ જઈશું અને લોકોને એ સમજાવવાનો પ્રયાસ કરીશું કે તેમના વિચારો દેશની એક્તાને નુક્સાન પહોંચાડી શકે છે અને તેની નિંદા થવી જોઈએ.