ડ્રગ્સ કનેક્શન : એનસીબી તપાસમાં ડાયરેક્ટર સાહિલ કોહલીનું નામ ખુલ્યું

મુંબઈ
બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ હાલ એનસીબી દ્વારા કરવામાં આવી રહૃાું છે.આ કેસમાં એનસીબીની સામે એક અભિનેતાનું નામ સામે આવ્યું છે. આ અભિનેતાનું નામ પૂછપરછમાં સામે આવ્યું છે. અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સના ભાઈ અગિસિલાઓસ અને ડાયરેક્ટર સાહિલ કોહલીની સાથે થયેલી પૂછપરછમાં સામે આવ્યું છે. હવે એનસીબીએ આ અભિનેતાને પકડવા માટે સર્ચ ઓપરેશ હાથ ધર્યુ છે.

ડ્રગ્સ લેવા અને તેની ખરીદી અને વેચાણને લઈને બોલિવૂડનો એક અભિનેતા એનસીબીની રડારમાં છે. એનસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અભિનેતાને એજન્સીએ સમન્સ પાઠવવામાં આવ્યું છે. હજુ સુધી એનસીબી દ્વારા એ અભિનેતાના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એનસીબી અધિકારીઓ મુંબઈના રેઝિડેન્સિયલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહૃાા છે. એનસીબી સુશાંતિંસહ રાજપૂતકેસ મુજબ તેની તપાસ કરી રહૃાા છે. આ કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવી છે. ડ્રગ્સ કનેક્શનને લઈને એનસીબીએ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સના ભાઈ અલિસિલાઓસને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ અગિસિલાઓસ ન્યાયિક કસ્ટડીમાં છે.

અગિસિલાઓસ ઉપર કેટલાક ડ્રગ્સ પેડલર્સ સાથે કનેક્શનનો આરોપ છે. એનસીબીને શક છે કે અગિસિલાઓસ ડ્રગ્સ ચેનને ચલાવી રહૃાો હતો. જેના મુજબ સિથેટિક ડ્રગ્સને સાઉથ ઈસ્ટ એશિયા અને આફ્રિકામાં ઓપરેટ કરી રહેલા લોકોને એક્સપોર્ટ કરવામાં આવતું હતું. અગિસિલાઓસ ડેમેટ્રિએડ્સ મૂળ આફ્રિકાની રહેવાસી છે. તેની પાસે એનસીબી અધિકારીઓને હશીષ અને એલ્પ્રાઝોલમની ટેબલેટ્સ જપ્ત કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સ કનેક્શનને લઈને મુંબઈ એનસીબીની ટીમે પ્રોડક્શન હાઉસના કેટલાક ફિલ્મ ડાયરેક્ટર્સ અને અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. આ પહેલા એનસીબીએ બોલિવૂડની ટોપ અભિનેત્રી ઉપર શિકંજો કસ્યો હતો. ડ્રગ્સ મામલાને લઈને એનસીબી દૃીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહની પૂછપરછ થઈ ચૂકી છે.