મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં ચાલી રહેલી પૂછપરછમાં બોલિવૂડના મોટા મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણની પણ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા આજે પૂછપરછ કરવામાં આવી હતી. દીપિકાની લગભગ સાડા 5 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી છે. જો કે, તેણે ડ્રગ્સ લેવાની વાતનો ઈનકાર કર્યો છે. જો કે, સૂત્રો અનુસાર એનસીબી દીપિકાના પ્રશ્નોથી હજુ પણ સંતોષ નથી.
જો કે, હવે ફરી પૂછપરછ થશે કે નહીં તે અંગ જાણકારી સામે આવી નથી. સૂત્રો અનુસાર જરૂરત પડવા પર દીપિકાની ફરી પૂછપરછ થઈ શકે છે.સૂત્રોનું કહેવું છે કે, દીપિકા અને કરિશ્મા એનસીબીની ટીમ સામે પૂરી તૈયારી સાથે આવી હતી. સૂત્રોએ કહ્યું કે, દીપિકા સીધો જવાબ આપવાનું ટાળી રહી હતી.
ડ્રગ્સ ચેટમાં થયેલા’માલ’ના ઉલ્લેખ પર દીપિકાએ કહ્યું કે, તે વ્હોટ્સએપ ચેટમાં જે માલની વાત કરવામાં આવી રહી છે, તે ડ્રગ્સ નથી પરંતુ કંઈ બીજું છે. દીપિકાએ ભલે આ વાતનો જવાબ ગોળ ગોળ આપ્યો હતો, પરંતુ ‘બીડ’ની જગ્યાએ હેશિશની માંગ પર સ્પષ્ટતા કરી શકી નહોતી. એનસીબી દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી.