
મુંબઇ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આવી ધમકી તેને બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ દ્વારા મળી છે. ધમકી મળ્યા બાદ આ બાબતે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. એક અધિકારીએ આ માહિતી આપી છે અને તેણે જણાવ્યું કે સોમવારે વાનખેડેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પછી સમીરે મુંબઈ પોલીસ કમિશનર અને ગોરેગાંવ પોલીસ સ્ટેશનને ઈમેલ મોકલીને ધમકીની જાણકારી પોલીસને આપી હતી. અધિકારીએ કહ્યું કે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થઈ ગયો છે અને તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સમીર વાનખેડે આઇઆરએસ ઓફિસર છે. તેણે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરીને ચર્ચામાં આવ્યો હતો. હાલમાં તે ચેન્નાઈમાં પોતાનું કામ કરે છે.
ખરેખર જે સમયે સમીર આર્યન ખાનના આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા હતા, તે સમયે તેઓ એનસીબીમાં ઝોનલ ચીફ ઓફિસર હતા. વાનખેડેને ૨૦૧૯માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના એટલે કે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેના પર આ કેસમાં લાંચ લેવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.કહેવાય છે કે આર્યન ખાનને જેલમાંથી બહાર કાઢવા માટે સમીન વાનખેડેએ ચાર આરોપીઓ સાથે મળીને ૨૫ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની કાર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હોવાનું ચર્ચામાં છે.