
ખેડા જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સેન્ટર ઓફ એકસેલન્સ, મહમંદપુરા તા. કપડવંજ ખાતે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” જુંબેશ અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કપડવંજ તાલુકાના 80 જેટલા ખેડૂત તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તાલીમમાં ખેડૂતોને ફળ પાકોનાં વાવેતર કરવાથી થતા વિવિધ લાભો વિશે માહિતી આપવામાં આવી. તેમજ આઈ ખેડૂત પોર્ટલ ફળ પાકોનાં વાવેતરનાં વિવિધ ઘટકોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો. સાથે જ નાયબ બાગાયત નિયામક, નડીયાદ ડો. સ્મિતા પિલ્લાઇ દ્વારા પ્રાકૃતિક ખેતીથી ફળ પાકોનું વાવેતર ના ફાયદા વિશે માહિતી આપી. વધુમાં, ખેડૂતોએ પોતાના ખેતીના અનુભવો વિશે વાત કરી હતી.

આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જૈમિન પટેલ, મદદનીશ બાગાયત નિયામક હિતેશ સવાણી, બાગાયત અધિકારી હરેશ ચોધરી, આત્મા પ્રોજેક્ટના બીટીએમ કિરણસિંહ ઝાલા, બાગાયત નિરીક્ષક કમલેશ પટેલ તથા પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી.
