નવાઝુદ્દીન સિદ્દીકી નથી ઉઠાવી રહ્યો બાળકોનો ખર્ચ, પત્ની આલિયાના વકીલે આક્ષેપો કર્યો

મુંબઇ,

આલિયાએ નવાઝ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી વકીલ રિઝવાન સિદ્દીકીએ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી સાથે સંબંધિત એક વીડિયો શેયર કર્યો છે. જ્યાં વકીલ નવાઝના ઘરની બહાર ઉભા હતા અને બોડીગાર્ડ તેમને અંદર જવા દેતા ન હતા. આખરે તે વીડિયો કયો છે અને મામલો શું છે, આ વિશે વકીલે એક મીડિયા રિપોર્ટમાં વાત કરી છે.

આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીના જણાવ્યા મુજબ આલિયા સિદ્દીકી ૨૨ જાન્યુઆરીએ નવાઝને મળવા તેના વર્સોવા સ્થિત ઘરે ગઈ હતી. તેને કેટલાક પારિવારિક મુદ્દાઓ પર ડિસ્કશન કરવાનું હતું. વકીલે કહ્યું, જે રીતે મીડિયામાં પ્રોપર્ટી અંગેના સમાચાર આવી રહ્યા છે, તે બિલકુલ સત્ય નથી. બંને વચ્ચેનો ઈશ્યૂ તેમની પુત્રી (ઝોહરા) છે. આ બાળકનો મામલો હોવાથી તેમને આ ઈશ્યૂ વિશે જાહેરમાં વાત ના કરી.વધુમાં વકીલે કહ્યું કે, જ્યારે આલિયા નવાઝના ઘરે પહોંચી ત્યારે તે ઘરે ન હતો. તે તેની પત્નીને પણ મળતો ન હતો. એટલું જ નહીં તેને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અત્યારે આલિયા તેના પતિના ઘરે જ રહે છે. તે રાહ જોઈ રહી છે કે જ્યારે પણ નવાઝ શૂટમાંથી પાછો આવશે ત્યારે તે તેની સાથે વાત કરશે.

આલિયા લગભગ બે વર્ષથી તેના બાળકો સાથે દુબઈમાં રહે છે. ત્યાં જ બાળકોનું શિક્ષણ પણ ચાલી રહ્યું છે. આલિયાનો દુબઈમાં રહેવાનો નિર્ણય પણ નવાઝનો છે. જ્યારે તે પોતાની પુત્રીના કારણે મુંબઈ આવી હતી ત્યારે નવાઝની માતાએ આલિયા પર ટ્રેસપાસનો કેસ ફાઈલ કર્યો હતો. હેરાનની વાત એ છે કે થોડા જ કલાકોમાં આ કેસ થયો અને ૪૧છ નોટિસ પણ જાહેર કરવામાં આવી. હવે પોલીસ તેમને ઘરમાંથી બહાર કાઢવાના પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે. પતિ કોઈપણ કાયદા હેઠળ તેની પત્ની પર ટ્રેસપાસનો કેસ કરી શકે નહીં. જો ૪૧છ ની કોઈપણ નોટિસ આવે છે, તો તે પ્રોસેસ હેઠળ લાગુ કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટે તેમને ૧૫૭ અને ૧૫૮ હેઠળ સેવા આપવી પડશે. આ પ્રોસિઝરને ફોલો કરવાના થોડા જ કલાકોમાં પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરી અને આલિયાને પ્રી-એરેસ્ટ નોટિસ મોકલી. એટલું જ નહીં, એરેસ્ટ કરવાની ધમકી પણ આપી હતી.

પોલીસકર્મીઓ રાત્રે ૨ વાગ્યાથી ઘરમાં હાજર હતા. આ દરમિયાન આલિયાની સાસુ તેને વારંવાર કહી રહી છે કે તું નવાઝની પત્ની નથી, આ ઘરમાં તારો કોઈ અધિકાર નથી, તમારા ડિવોર્સ થઈ ગયા છે અને બીજું બાળક ગેરકાયદેસર છે. આ રીતે એક મહિલા પર તેના ગેરકાયદેસર સંબંધનો આરોપ લગાવવા પર ૫૦૯ ઈન્સલ્ટ ટૂ મોડેસ્ટીનો કેસ કરવામાં આવ્યો છે. હેરાનની વાત એ છે કે આ બધું પોલીસની સામે થઈ રહ્યું હતું. પોલીસે આલિયાનો કેસ ન લીધો અને સાસુનો કેસ લીધો. આલિયાએ મને ત્યાંથી ફોન કર્યો. મેં રાતોરાત ૫૦૯ અને ડોમેસ્ટિક વાયલેન્સનો કેસ અંધેરી કોર્ટમાં દાખલ કર્યો છે. તેઓ ૭મી તારીખે અંધેરીમાં હાજર થવાના છે. આ સિવાય ૪૯૦ હેઠળ અન્ડર ક્રુએલિટીનો કેસ પણ નોંધાયેલ છે. કોર્ટમાં નોટિસ જાહેર કરવામાં આવી છે. નવાઝની માતા આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી રહી નથી. આવી પરિસ્થિતિમાં જ્યારે વકીલ આલિયાની સહી લેવા નવાઝના ઘરે પહોંચ્યો તો બોડીગાર્ડ તેમને ત્યાં અંદર જવા ન દીધો.

વકીલ આગળ કહે છે કે, તે ઘરની અંદર છે. મુંબઈમાં નવાઝના ઘર સિવાય તેમનો કોઈ આશરો નથી. તેમને ઘરે ભોજન આપવામાં આવતું નથી. ટોઈલેટની પણ સમસ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી તે એક નાના રૂમમાં કેદ છે. ત્યાં માત્ર ટોયલેટ અને હેન્ડ શાવર છે. તે ત્યાં સ્નાન કરી રહી છે અને બાળકો પણ તેની સાથે તે જ હાલતમાં છે. તેમને શરૂઆતમાં ચાર-પાંચ દિવસ ખાવાનું મળ્યું ન હતું. જ્યારે બાળકો ૨૭મીએ મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને ઘરનું ભોજન મળ્યું હતું. આટલા દિવસોથી તે તેના મિત્રો દ્વારા બહારથી ખાવાનું મંગાવી રહી હતી. તેને પણ બોડીગાર્ડે ના પાડી હતી. તે બે દિવસથી ભૂખી સૂઈ રહી છે. જ્યારે આ વાતો મીડિયામાં આવવા લાગી ત્યારે નવાઝની માતાએ બાળકો માટે ભોજન બનાવવાનું શરૂ કર્યું.

વધુમાં રિઝવાન કહે છે કે બાળકો દુબઈમાં રહે છે. દુબઈમાં એક નોકર રાખવામાં આવ્યો છે. ત્યાં તેને બાળકોના કેરટેકર તરીકે રાખવામાં આવ્યો હતો, તે તેમને દુબઈથી લઈને આવ્યો છે. નવાઝના કહેવા પર આલિયા દુબઈમાં હતી. નવાઝ ત્યાં પૈસા મોકલતો હતો. પરંતુ કેટલાક સમયથી નવાઝે પૈસા મોકલવાનું બંધ કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં, ફાઈનાન્સિયલ સપોર્ટ વિના આલિયા ત્યાં કેવી રીતે રહેશે. આલિયા મુંબઈમાં નવાઝના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.