નવસારીના પરિણીત વિધર્મીનું કારસ્તાન: યુવતીને પ્રેમજાળમાં ફસાવી હિન્દુ યુવક સાથે કરાવ્યા લગ્ન

નવસારી, ખેરગામમાં લવજેહાદના લાલબત્તી સમાન કિસ્સાનો પર્દાફાશ થયો છે. નવસારીના ખેરગામમાં પરણિત અને ત્રણ બાળકોના પિતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ વિધર્મી યુવાન પોતે લવ જેહાદમાં ન ફસાઇ જાય તે માટે તેણે જ હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે તેના લગ્ન કરાવી દીધા હતા. આ અંગે ભોગ બનેલી યુવતીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે બાદ નવસારી એલસીબી પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસ્મિ શેખની મુંબઇથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના ૧૩ જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીનું ખેરગામમાં સરઘસ કાઢવામાં આવશે. નોંધનીય છે કે, આ સમગ્ર કિસ્સો બહાર આવતા છોકરી અને તેના પરિવારજનોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. જે બાદ તેમણે આ કિસ્સામાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

આ ચકચારી કિસ્સામાં નવસારી જિલ્લાના ખેરગામ ખાતે રહેતી હિન્દુ યુવતિને ખેરગામના વિધર્મી બુટલેગર અસિમ નિઝામ શેખે લગ્નની લાલચ આપીને બળાત્કાર પણ ગુજાર્યો હતો. પોતે લવ જેહાદમાં ન ફસાય તે માટે તેના મિત્ર અને બિલીમોરા ખાતે થયેલા હત્યાના આરોપી રોનક પટેલ સાથે યુવતીના લગ્ન કરાવી નાખ્યા હતા. જોકે, યુવતીએ ખેરગામ પોલીસમાં ફરિયાદ નોધાવતા ખેરગામ પોલીસે અસિમ શેખ અને તેના મિત્ર રોનક પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે નવસારી જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમ બનાવી તપાસ આદરી હતી.યુવતી વર્ષ ૨૦૧૯માં આરોપીના સંપર્કમાં આવી હતી. જે બાદ વર્ષ ૨૦૨૧માં યુવતી સાથે વડોદરા ખાતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સમયે યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો બનાવ્યા હતા. જેનાથી તે તેને બ્લેક મેઇલ કરતો હતો.

તપાસ ટીમ દ્વારા આ ગંભીર ઘટના બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આ સમગ્ર ઘટનામાં રાજયના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ દરમ્યાનગીરી કરીને આરોપીઓને તત્કાળ ઝડપી પાડવા માટે નવસારીના પોલીસ તંત્રને આદેશ કરતા હરક્તમાં આવેલા પોલીસ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ નવસારી એલસીબી પીઆઈ દિપક કોરાટને સોંપતા એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાંજ ઘટનાના મુખ્ય સુત્રધાર આરોપી એવા અસિમ નિઝામ શેખની મુંબઈ ખાતેથી ધરપકડ કરી નાંખી હતી.મંગળવારે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૧૩ જુલાઈ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. તો બીજીતરફ અન્ય આરોપી રોનક પટેલની શોધખોળ એલસીબી પોલીસ કરી રહી છે.

તપાસ ટીમ દ્વારા આ ગંભીર ઘટના બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આ સમગ્ર ઘટનામાં રાજયના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ દરમ્યાનગીરી કરીને આરોપીઓને તત્કાળ ઝડપી પાડવા માટે નવસારીના પોલીસ તંત્રને આદેશ કરતા હરક્તમાં આવેલા પોલીસ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ નવસારી એલસીબી પીઆઈ દિપક કોરાટને સોંપતા એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાંજ ઘટનાના મુખ્ય સુત્રધાર આરોપી એવા અસિમ નિઝામ શેખની મુંબઈ ખાતેથી ધરપકડ કરી નાંખી હતી