નવસારી, નવસારીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં માધ્યમથી વોટસએપગ્રુપ બનાવી ૨૧ લાખની છેતરપિંડી કરવામાં આવી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયાનો આજે લોકો વધુ ઉપયોગ કરી રહ્યા છે. અને તેનો લાભ ધુતારો પણ લેવા લાગ્યા છે. એક શખ્સ દ્વારા ૧૩ એક ગ્રુપ બનાવી કલબના નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું. કલબનું ગ્રુપ બનાવી શેરબજારમાં વધુ રિટર્ન મળશે તેવી લાલચ આપવામાં આવી.
શેરબજારમાં વધુ રિટર્ન મળવાની લાલચે રિટર્ન માટે જુદી જુદી તારીખે લાખો રૂપિયા જુદી જુદી બેંકમાં જમા કરાવ્યા. કુલ ૨૧ લાખ ૬૦ હજાર જેટલી મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પરત નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ઘટનામાં ગ્રુપ અને બેંક ખાતા ના આધારે શરૂ કરી તપાસ.