નવસારી, નવસારી જીલ્લામાં વાંસદા તાલુકામાં બારતાડ ગામની જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત બારતાડ શાળામાં વિદ્યાર્થીઓને મજૂરીકામ કરાવતા હોવાનો વીડિયો સામે આવતા શાળા તંત્ર પર સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાને બદલે ગણવેશમાં મજૂરીકામ કરાવતું હોવાનું જોવા મળ્યું છે. બાળકોના શિક્ષણ પ્રત્યે બેદરકારી દાખવતું હોવાનું સામે આવતા શાળા સંચાલકો તેમજ શિક્ષણ અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હોવાની અટકળો થઈ રહી છે.