લોકોને શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર મસમોટા ખર્ચા કરે છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ કેવી રીતે યોજનાનો સત્યાનાશ કરી નાખતા હોય છે તેનો નમૂનો નવસારી જિલ્લામાં સામે આવ્યો. જ્યાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ઇજારદારોએ મળીને કરોડોનું કૌભાંડ આચર્યું. સરકારી સિસ્ટમમાં કેટલી હદે લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર ચાલે છે તેનુ આ સૌથી તાજુ ઉદાહરણ છે. નવસારીમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ઇજારદારો મળીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.
આખા જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકીને ૯ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. ઉદાહરણ એક ગામનું લઈએ તો ગણદેવી તાલુકાના ગડત ગામના કુંભાર ફળિયમાં ૬ લાખ રૂપિયા જેટલું મોટું કામ મંજૂર થયું હતું.પરંતુ ં૯ની ટીમે જ્યારે ગામની મુલાકાત લીધી ત્યારે. ગામમાં માત્ર પાણીની ટાંકી હતી, ટાંકીનું પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું નહતું.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારમાં રહેતા શાહ પરિવારના ચાર લોકો કૌભાંડમાં સપડાયા છે. જ્યોતિષ સ્વીચ બોર્ડ નામની એજન્સી બનાવી અધિકારીઓ સાથે મેળાપીપણામાં કામો ન કરીને બિલો મૂકી ૧ કરોડ ૨૫ લાખ ઉપાડી લેવાની ઠગાઈની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાણી કોભાંડી પરિવારના એક જ પરિવારના પિતા પુત્ર અને સાસુ વહુ પોલીસના સકંજામાં આવી ગયા છે. ૯ કરોડના આ કૌભાંડમાં પાંચ કરોડનું પાણી પુરવઠા કૌભાંડમાં અધિકારીઓ અને કામ કરનાર એજન્સીઓ પોલીસના સકંજામાં આવી ગઈ છે ઝ્રૈંડ્ઢ ક્રાઇમએ દસ લોકોની ધરપકડ કરી છે.
નવસારી અને બીલીમોરા પાણી પુરવઠા ઓફિસમાં આચરવામાં આવેલા પાંચ કરોડના કૌભાંડમાં વિજિલન્સ તપાસ બાદ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બીલીમોરા ઓફિસના ક્લાર્ક અને કર્મચારીઓએ કૌભાંડમાં મદદગારી કરી હોવાનું ખૂલ્યું છે.બીલીમોરાની બેક્ધમાં ડિપોઝિટ પેટે મૂકવામાં આવતા રૂપિયા વટાવી લેવા માટે સરકારની મંજૂરી લીધા વગર એજન્સીઓને રૂપિયા પરત આપી દેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
આખાય કૌભાંડમાં હજી પણ અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે. હાલ સીઆઇડી ક્રાઈમ તપાસ કરી રહી છે ત્યારે જોવું રહ્યુ કે આવનારા દિવસોમાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને શું કોઈ ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ