નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના ૧૫૩ રસ્તાઓ અને સ્ટેટ હાઇવેના ૨ માર્ગો બંધ

  • નવસારીમાં એક જ રાતમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો,૧૬૦ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

નવસારી, નવસારીમાં એક જ રાતમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વહીવટી તંત્રની બેઠક શરૂ. તો નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના ૧૫૩ માર્ગો અને સ્ટેટ હાઇવેના ૨ માર્ગો બંધ કરવામાં આવ્યા છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં નવસારીમાં એક જ રાતમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો.નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના ૧૫૩ માર્ગો અને સ્ટેટ હાઇવેના ૨ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના ૧૬૦ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂર્ણા નદી ૨૪ ફૂટે છે. જે હાલમાં ભયજનક સપાટીથી ૧ ફૂટ ઉપર છે. ચીખલીની કાવેરી નદી ભયજનક ૧૯ ફુટ છે. જો કે હાલમાં નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા તંત્રને રાહત મળી છે. તો બીજી તરફ સુરત નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે. અને ૩ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયા હોવાનું સામે આવી રહ્યુ છે.

નવસારીમાં રહેતા લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબતા સ્થળાંતરની કામગીરી હાથ ધરાઇ છે. અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. મોડી રાતે અચાનક પાણી આવતા લોકો ઘર છોડી સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા હતા.

પૂર્ણા નદીના જળસપાટી વધતા કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવી છે. જેના પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે. તો નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.