- ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
ગુજરાતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના નવસારીમાં તો જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. સતત ભારે વરસાદના કારણે અનેક ઠેકાણે રસ્તાઓ પણ બંધ છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત, વલસાડ, નવસારીમાં મેઘ તાંડવની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરાઈ છે.
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના જલાલપોર તાલુકામાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં 106 તાલુકાઓમાં વરસાદ પડ્યો. નવસારી તાલુકમાં કુલ 10.5 ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ વરસાદનું જોર યથાવત છે.
સતત ભારે વરસાદના કારણે રાજ્યમાં 275 જેટલા રસ્તાઓ બંધ છે. પોરબંદરમા એક નેશનલ હાઈવે બંધ છે. જ્યારે 13 સ્ટેટ હાઈવે બંધ છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 4 સ્ટેટ હાઈવે બંધ છે. જ્યારે રાજકોટ, જામનગર અને પોરબંદરમા બે બે સ્ટેટ હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના કુલ 246 રસ્તા બંધ છે. વલસાડ જિલ્લામાં 75 રસ્તા બંધ છે. પોરબંદરમા ૫૬,જુનાગઢમા 48, દેવભૂમિ દ્વારકામાં 15 અને નવસારીમાં 25 માર્ગો બંધ છે. રાજ્યમાં અન્ય 15 રસ્તા બંધ હાલતમાં છે.
ભારે વરસાદના કારણે રાજ્ય વાહન વ્યવહારને પણ અસર થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એસટીના 40 રૂટ બંધ કરવામાં આવ્યા છે. 40 રૂટ પરની 93 ટ્રીપ વરસાદના કારણે રદ કરાઈ છે. જ્યારે 3 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે. રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક એક ગામમાં લાઈટો બંધ છે. છેલ્લા 24 કલાકમાં 74 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો.
ગુજરાતના વિવિધ ડેમની સ્થિતિ ભયજનક સ્તરે આવી ગઈ છે. શેત્રુંજી ડેમના 20 અને મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા છે. તો જામનગરમાં ધોધમાર વરસાદ, અનેક ગામોને એલર્ટ કરાયાં છે. આ વચ્ચે વલસાડના કપરાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. ડેમમાં 65,330 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ કારણે ડેમના 10 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. નદી કિનારાના ગામના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
તો બીજી તરફ, બનાસકાંઠામાં ઉપરવાસમાં વરસાદને લઈને દાંતીવાડા ડેમના દરવાજા ખોલાય તેવી શક્યતા છે. ઉપરવાસમાં જો વરસાદ પડે તો આજે બપોરે બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખોલી 2 હજાર ક્યુસેક પાણી છોડાશે. દાંતીવાડા ડેમના દરવાજા ખોલવાની શક્યતાઓને લઈને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે.
રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૮.૪૦ ટકા પાણી ભરાયું છે. તો ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૬૩.૧૨ ટકા પાણીનો સંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૩૭.૭૩ ટકા પાણી, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૪૮.૩૪ ટકા પાણીનો જથ્થો, કચ્છના ૨૦ ડેમમાં ૬૫.૨૭ ટકા પાણી છે. તો સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૪.૯૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ૬૬.૯૨ ટકા પાણી ભરાયું છે.અત્રે જણાવવાનું કે ઇસ્ટ વેસ્ટ ટ્રફ, સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં અત્યાર સુધી ૬૫ ટકા થી વધુ વરસાદ નોંધાયો છે. માછીમારોને આગામી ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના વિવિધ ડેમની સ્થિતિ ભયજનક સ્તરે આવી ગઈ છે. શેત્રુંજી ડેમના ૨૦ અને મધુબન ડેમના ૧૦ દરવાજા ખોલાયા છે. તો જામનગરમાં ધોધમાર વરસાદ, અનેક ગામોને એલર્ટ કરાયાં છે. આ વચ્ચે વલસાડના કપરાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. ડેમમાં ૬૫,૩૩૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ કારણે ડેમના ૧૦ દરવાજા ખોલાયા છે. ડેમમાંથી તબક્કાવાર ૧ લાખ ક્યુસેક પાણી છોડાશે. નદી કિનારાના ગામના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
હાલ ચોમાસામાં જોરદાર વરસાદને લઈને જૂનાગઢ જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. જ્યારે ૧ મહિના જેવા સમયથી અવિરત વરસાદ અને એમાં પણ ૧૦ દિવસ પડેલા ભારે વરસાદે જિલ્લાને તરબોળ કરી દીધો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં નદીઓના પાણી ખેતી વિસ્તારમાં પથરાઈ ગયા હતા અને તેને કારણે વ્યાપક નુકશાન થયાનો અંદાજ છે. ત્યારે જૂનાગઢ ના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કલેક્ટરને લેટર લખવામાં આવ્યો છે અને પોતાના મત વિસ્તારમાં થયેલા નુકશાનનું સર્વે કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં જમીનોનું ધોવાણ થયાનું તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મકાનો પડી જાવા સાથે પશુઓના મૃત્યુ સહિત વ્યાપક નુકશાની અંગે જણાવાયું છે. જેમનું તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવા અંગે જણાવાયું છે.