નવસારી,
નવસારી પાસેથી પસાર થતો નેશનલ હાઈવે ૪૮ ફરી એકવાર મોતની ચીચીયારીઓથી કપકપી ઉઠ્યો છે. ચીખલી હાઇવે પર આલીપોર બ્રિજ ઉપર ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં થયેલા અકસ્માતમાં ૪ ના મોત થયા છે. તો ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઇવે નં. ૪૮ પર ચીખલી નજીક વહેલી સવારે અકસ્માત થયો હતો. આ એ સમય હતો, જ્યાં વાતાવરણમાં ઠંડીને કારણે ધુમ્મસ ફેલાયેલુ હતું. હાઇવે પર આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ઈનોવા કારમાં સવાર ૪ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તો બે લોકોને ગંભીર અવસ્થામાં સુરતની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના બાદ નવસારી DYSP સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયોહ તો. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલી નજીક હાઇવે અક્સ્માતમાં મૃત્યુ પામેલા લોકો
૧. અમિત દોલતરામ થડાની (ઉ.વ ૪૧ રહે, સી-૧૦૬ વાસ્તગ્રામ એપાર્ટમેન્ટ વેસુ, હેપી રેસીડેન્સી પાછળ, સુરત)
૨. ગૌરાંગ નંદલાલ અરોરા (ઉ.વ.૪૦ રહે, ૯૨, સુભાષનગર ઘોડધોળ રોડ, સુરત)
૩. રોહિત સુભકરણ માહુલ (ઉ.વ.૪૦ રહે, પ્લોટ નં ૩ સાંઈ આશિષ સોસાયટી સુરત)
૪. મહમદ હમજા મહમદ હનીફ ઈબ્રાહીમ પટેલ (ઉ.વ.૧૯ રહે,૧૧૫ – એ-૯ પોસાડ આવાસ ભરથાણા સુરત) ઈજાગ્રસ્તો ના નામો
રીષી એન્જીનીયર અને વિકાસ સરા (બન્ને રહેવાસી સુરત)
આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી ચિખલી પોલીસે ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.