નવરાત્રીમાં વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 17થી 20 ઓક્ટોબર સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે કરા સાથે પડી શકે વરસાદ.
ગુજરાતમાં લોકો કોઈ ચોક્કસ ઋતુ અનુભવી શક્તા નથી. હવે ગુજરાતમાં તહેવારોની મોસમ આવી છે. ત્યારે એકસાથે ઠંડી-ગરમી, વરસાદ અને વાવાઝોડું બધુ જ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે.
ખેલૈયાઓ અને આયોજકોઓ ચિંતામાં
નવરાત્રીમાં ખેલૈયા માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે. 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ આવતા કરા સાથે વરસાદ થવાની શક્યતા છે.
’14 ઓક્ટોબરે પણ જોવા મળશે વાતાવરણમાં પલટો’
તેમના જણાવ્યા અનુસાર, વરસાદ થતાં દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. ભારે પવનના કારણે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. 14 ઓક્ટોબરે પણ વાતાવરણમાં પલટા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.