- મેઘરાજા દક્ષિણ ગુજરાતનો વારો કાઢશેઃ ભારે વરસાદની આગાહી
- અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું
- અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે
ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થયું હતું પરંતુ હજુ સુધી ચોમાસાની વિદાયનાં કોઈ એંધાણ દેખાતાં નથી. કારણ કે, હવામાં ભેજનું હજુ પણ વધારે પ્રમાણે છે. પરંતુ હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલાં લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળમાં લો પ્રેશરના કારણે સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં છે. તેથી એક વખત રાજ્યમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદની અગાહી કરવામાં આવી છે.
નવરાત્રીમાં વરસાદ નહિ પડે
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રી વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.