નવરાત્રીમાં રાતના ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, અમદાવાદ પોલીસનું જાહેરનામું

નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગરબા રસિકો માટે નવરાત્રી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ હવે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકડ વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ જાહેરનામું નવરાત્રીના પ્રથમ નોરતાંથી લઈ દશેરા સુધી લાગુ પડશે. 

અમદાવાદમાં અનેક જ જગ્યાએ નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન થયું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હવે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આગામી તારીખ 15થી 24 ઓક્ટોબર સુધી અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.