નવરચના શાળા ગોધરા દ્વારા દેશભક્તિ કાર્યક્ર્મ સાથે સન્માન કાર્યક્રમનું આયોજન

ગોધરા,

નવરચના શાળા ગોધરામાં એ મેરે પ્યારે વતન, તુજ પે દિલ કુર્બાન દેશ કે નામ એક શામ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો 05 થી 10ના 77 બાળકોએ દેશભકિત ગીત નૃત્ય રજુ કર્યુ હતું. કાર્યક્રમના બીજા ભાગમાં મ્યુઝિકલ પાર્ટી દ્વારા દેશભકિત ગીત પોતાની શૈલીમાં રજુ કર્યા હતા.

કાર્યક્રમમાં ગીનીઝ રેકોર્ડમાં સ્થાન મેળવનાર શાળાના આચાર્ય ફિરોઝખાન પઠાણ, માજી આચાર્યા શેહનાઝબેન મંસુરીનો સન્માન કરવામાં આવ્યો હતો. જયારે ટાટા નિબંધ સ્પર્ધાના ત્રણ વિજેતા આયશા ઘાંચીભાઈ, મુબશ્શીરા કોઠી અને લામીયા પઠાણનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં પ્રોજેક્ટ રજુ કરનાર 12 બાળકો મલીહા આલમ, લામીયા પઠાણ, આલીયા દડી, જુવેરીયા મંસુરી, અનીકા મંસુરી, આફિયા દડી, સબીહા જમસા, સબીહા પિત્તલ, જિશાન ફોદા, સફવાન શેખ, ઇરશાદ મામજી અને અરશદ મંસુરી અને આચાર્ય ફિરોઝખાન પઠાણ, ઇમરાનભાઈ પોલા, સદફ મંસુરી, જાવેદ જુજારા, સુફિયાન કાલુ અને આસીયા રેંજરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સરોજબેન બામણીયા, સુફીયાન કાલુ, રંજનબેન સોલંકી, આસીયા રેંજર, ડીમ્પ્લબેન પટેલ, ઉસ્માન અરબ, સદફબેન મંસુરી, હેમાંગીબેન ચાંપાનેરી, સુષ્માબેન ક્રિચિયન, સુરેશ સોલંકી, હેતલબેન રાણા, ઇમરાન પોલા, બાબુ વરીયા, વૈશાલીબેનના માર્ગદર્શન હેઠળ આઠ કૃતિ રજુ કરવામાં આવી હતી.

કાર્યક્રમના સફળ આયોજન બદલ ટ્ર્સ્ટી મંડળ દ્વારા શાળાના તમામ યુનિટનો આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી.