ચાહકો ડોન 3 (Don 3)ની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એક વાત જાણી લો, ડોનની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મંગળવારે ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર એક ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં ‘3’ નંબરનો લોગો શેર કરવામાં આવ્યો છે. પરંતુ સ્પષ્ટપણે કશું કહ્યું રહ્યું નથી.
જો કે, અહેવાલોથી સ્પષ્ટ છે કે ફરહાને આ ટીઝર સાથે ડોન 3 ની જાહેરાત કરી છે. ટીઝર સાથે લખવામાં આવ્યું છે કે, એક નવા યુગની શરૂઆત થઈ છે. એટલે કે ડોન 3 હવે નવા કલાકાર અને નવા ચેહરા સાથે ચાહકો સામે રજૂ થશે તે સ્પષ્ટ છે. જૂના ડોનમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા. બાદમાં ફરહાન અખ્તરે ડોન અને ડોન 2 બનાવી, ત્યારબાદ દર્શકોને શાહરૂખ ખાનના રૂપમાં નવો ડોન મળ્યો. અહેવાલો હવે દાવો કરી રહ્યા છે કે રણવીર સિંહને ફિલ્મના ત્રીજા ભાગમાં ડોનની ભૂમિકા ભજવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
ડોન 3માં રણવીર સિંહ જોવા મળશે તેવા રિપોર્ટ પહેલાથી જ શાહરુખ ખાનના ચાહકો નિરાશ હતા. ફરહાન અખ્તરની પોસ્ટ પર એક યુઝરે લખ્યું,ફિલ્મનું નામ બદલો. શાહરૂખ ખાન વગર ડોન અધૂરો છે. એકે તો એમ પણ કહ્યું કે શાહરૂખ ખાન વગર ડોન ફ્રેન્ચાઈઝી નહીં ચાલે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ડોન 3ના મેકર્સ ટૂંક સમયમાં રણવીર સિંહના નામની જાહેરાત કરી શકે છે. આ માટે, મેકર્સ ગદર 2 અને OMG 2 સાથે ડોન 3 અને રણવીર સિંહની જાહેરાતનું ટીઝર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. રણવીર હાલમાં સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરા ફિલ્મમાં વ્યસ્ત છે. તેનું શૂટિંગ પૂરું કર્યા બાદ રણવીર સિંહ ડોન 3 શરૂ કરશે.