ચંડીગઢ,
પંજાબ કોંગ્રેસનના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિધુુના પટિયાલા ખાતે ધરની સુરક્ષામાં લગાવવામાં આવેલા પોલીસ કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે.સરકારનો આ આદેશ જારી કરવામાં આવ્યો છે.આદેશમાં કહેવામાં આવ્યું છે કે નવજોત સિંહ સિધુના પટિયાલાના યાદવેદ્ર કોલોનીના ધર પર સુરક્ષામાં તહેનાત ચાર પોલીસ કર્મચારીઓને હટાવવામાં આવી રહ્યાં છે. આ સાથે જ આ ચારેય પોલીસ કર્મચારીઓને પોલીસ લાઇનમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે.
એ યાદ રહે કે નવજોત સિંહ સિધુને પંજાબ સરકારથી ઝેડ સિકયોરિટી મળી થઇ છે પરંતુ તે જેલમાં બંધ છે.તેમણે આ ઝેડ સિકયોરિટી તેમને ત્યારે પાછી મળશે જયારે તે જેલમાંથી મુકત થશે પરંતુ અમૃતસર અને પટિયાલામાં સિધુના ધરની બહાર ચાર ચાર પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે લગાવવામાં આવ્યા હતાં.સરકારે પટિયાલાના ઘરેથી તો ચારેય પોલીસ કર્મચારીઓને હટાવી લેવામાં આવ્યા છે પરંતુ અમૃતસરમાં સિધુના ધરની બહાર સુરક્ષા માટે લગાવવામાં આવેલ ચાર પોલીસ કર્મી હજુ પણ મોજુદ છે.
નવજોત સિંહ સિધુને ૩૪ વર્ષ જુના રોડરેજ કેસમાં ૧૯ મે ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટે એક વર્ષની કારાવાસની સજા આપી હતી જો કે નિયમો અનુસાર સિધુ એપ્રિલમાં જ મુકત થઇ જશે પોતાની એક વર્ષની સજાના કાર્યકાળ દરમિયાન કોઇ પેરોલ અને ફરલો નહીં લેવાને કારણે નવજોત સિંહ સિધુ પોતાની સજાના નકકી સમયે ૨૦ મેથી લગભગ એક મહીના પહેલા એપ્રિલમાં મુકત થઇ શકે છે પરંતુ આ કોઇ વિશેષ રીતની છુટ હશે નહીં અને હવે સિધુ નિયમ અનુસાર જ મુકત થશે.