દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસિયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના વિધાર્થી સલમાન ઝાભાએ STUDY OF CHARGE TRANSFER COMPLEXES OF SOME OF MAGNETIC CONDUCTORS વિષય પર મહાશોધ નિબંધ પ્રસ્તુત કર્યો હતો. જે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા દ્વારા સ્વીકારીને પીએચ.ડી.ની પદવી એનાયત કરેલ છે. આ વિધાર્થી ભૌતિક શાસ્ત્રના અધ્યાપક ર્ડા. વિશાલ જૈનના માર્ગદર્શન હેઠળ પદવી મેળવેલ છે. આ પ્રસંગે સંસ્થા તેમજ કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી એ અભિનંદન પાઠવીને શુભેચ્છા પાઠવે છે. તેમજ સમગ્ર કોલેજ પરિવાર આનંદ અને હર્ષની લાગણી અનુભવી.