દાહોદ, તા. 31/07/23, નવજીવન સાયન્સ કોલેજ માં વર્ષ 2023-2024 વર્ષ માટે વિધાર્થી સંઘની રચના કરવામાં આવી હતી. જેમાં G.S. તરીકે કુમારી ડામોર પ્રિયાન્સી તથા L.R. તરીકે કુમારી ગેંગલ જયાની વરણી કરવામાં આવી હતી. તેમજ શરૂઆતમાં વિધાર્થી સંઘના ઉપપ્રમુખ પ્રા. ડો. કે.ટી જોશી તથા પ્રા.ર્ડો. દિગ્વિજય રાણા તેમજ પ્રા. કુ. શિખા મોઢિયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું તથા કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડો. જી.જે. ખરાદી દ્વારા વિદ્યાર્થીઓને નિમણૂંક પામવા બદલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.