દાહોદ, આઝાદી કા અમૃત મહોત્સવ અને નવજીવન સાયન્સ કોલેજ દાહોદ ના સુવર્ણ જયંતી અંતર્ગત તા. 25/01/24 ના રોજ નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ના ઉદિશા એકમ (પ્લેસમેન્ટ સેલ) અને National Skill Development Corporation અંતર્ગત કામ કરતી સંસ્થા AVPL દ્વારા “પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર પ્રશિક્ષણ” પર સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અટઙકના તુલસી શાહે વિવિધ કોર્ષની સમજ આપી હતી. જેમા આશરે 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ગૌરાંગ ખરાદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ કાર્યક્રમનું સંચાલન ઉદિશા પ્રોગ્રામ કોર્ડીનેટર ડો.વિશાલ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.