દાહોદ, આઝાદી કા અમૃત મહોત્સવ અને નવજીવન સાયન્સ કોલેજ દાહોદ ના સુવર્ણ જયંતી અંતર્ગત તા.19/01/24ના રોજ નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ના ઉદિશા એકમ (પ્લેસમેન્ટ સેલ) અને ભારતીય જીવનવીમા નિગમ(LIC) દ્વારા “વીમા જાગૃતિ અને કારકિર્દીની તકો ”પર સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ LICના Development Officer P.K.Meena વીમા જાગૃતિ અને કારકિર્દીની તકોની સમજ આપી હતી. જેમાં આશરે 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ગૌરાંગ ખરાદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ કાર્યક્રમનું સંચાલન ઉદિશા પ્રોગ્રામ કોર્ડીનેટર ડો.વિશાલ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.