નવજીવન સાયન્સ કોલેજ, દાહોદની વિધાર્થિની પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસિયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદની વિધાર્થીની હિતાક્ષી મૈસૂરિયા જેઓએ “ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ખેલાડીનો શરીર પરિમીત, માનસિક સ્વાસ્થ્ય અને રમત ચિંતાનો તુલનાત્મક અભ્યાસ” વિષય પર મહાશોધ નિબંધ પ્રસ્તુત કર્યો હતો. જે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા દ્વારા સ્વીકારીને પીએચ.ડી. ની પદવી એનાયત કરેલ છે. આ વિધાર્થીની શારીરિક શિક્ષણ ના અધ્યાપક ર્ડા. વી.જે.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પદવી મેળવેલ છે. નવજીવન સાયન્સ કોલેજ માંથી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની પ્રથમ વિધાર્થીની છે. જેને પી.એચ.ડી.ની પદવી મળેલ છે. આ પ્રસંગે સંસ્થા તેમજ કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી એ અભિનંદન પાઠવીને શુભેચ્છા પાઠવે છે. તેમજ સમગ્ર કોલેજ પરિવાર આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે.