નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓનો સાપુતારા મુકામે એડવેન્ચર અને નેચર એજ્યુકેશન કેમ્પ

દાહોદ,દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસિયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના 17 વિદ્યાર્થીઓ જેમાં 8 વિધાર્થીનીઓ અને 9 વિધાર્થીઓએ સાપુતારા મુકામે ભાગ લીધો હતો. આ સાહસિક પ્રવૃત્તિ માટે અમદાવાદની SCIENCE ફોર એડવેન્ચર સંસ્થાના સહકારથી કરેલ હતો. તા.14-18/02/2024 દરમ્યાન આ સમગ્ર કેમ્પનું આયોજન કોલેજ ના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટસ વિભાગના ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ર્ડા. વી. જે. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળતાપૂર્વક અને સલામત રીતે પૂર્ણ કરવા બદલ કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી એ અભિનંદન પાઠવીને શુભેચ્છા પાઠવે છે. તેમજ સમગ્ર કોલેજ પરિવાર આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે.