
દાહોદ, તા.03/08/2023 ગુરૂવાર, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ, ગોદરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ. એકમ દ્ધારા ભારત સરકાર દ્ધારા આયોજીત અઝાદી કા અમૃત મહોત્સવ અને ભારત કે પંચ પ્રણ અંતર્ગત યુવા સંવાદ-ઈંક્ષમશફ2047 વિષય પર એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ ત્રણ ભાગમાં પૂર્ણ થયો. જેમાં પ્રથમ ભાગમાં મુખ્ય વક્તા તરિકે એક લવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ દાહોદના શિક્ષક ધ્રુપલભાઇ સોની હાજર રહ્યા અને એમના દ્ધારા “પંચ પ્રણ અને આપણા વારસા અને ધરોહર પર ગર્વ વ્યક્ત કરવો” વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું. મુખ્ય મહેમાન દ્ધારા ભારતના વિકાસમાં યુવાનોની ભુમિકા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યો હાજર રહયા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જી.જે.ખરાદીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પી.ઓ. ડો.શ્રેયસ પટેલ, પી.ઓ. .રાહુલભાઇ ગોહિલ તેમજ એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.