નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના ભૌતિકશાસ્ત્ર વિભાગ દ્વારા Aditya L-1 મિશનનું પ્રક્ષેપણ જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓને બતાવામાં આવ્યું

દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, નવજીવન સાયન્સ કોલેજ દાહોદ ના સ્વર્ણ જયંતી અંતર્ગત ભૌતિકશાસ્ત્ર વિભાગમાં ISRO દ્વારા કરવામાં આવેલ Aditya L-1 ના સફળતા પૂર્વક પ્રક્ષેપણનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓને બતવામાં આવ્યું. તેમજ તે પૂર્વે Aditya L-1ની બનાવટ, તેની કામગીરી અને તેને સૂર્ય તરફ મોકલવાના ઉદ્દેશ્યની માહિતી ભૌતિકશાસ્ત્ર વિભાગના ફેકલ્ટી મોહિત આર. અગ્રવાલ દ્વારા આપવામાં આવી. જેમા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યોએ ભાગ લઈ સહકાર આપ્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. ગૌરાંગ ખરાદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.