દાહોદ, તા.14/07/23 શુક્રવાર નારોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં ISRO દ્વારા કરવામાં આવેલ ચંદ્રયાન -3ના સફળતા પૂર્વક પ્રક્ષેપણનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓને બતવામાં આવ્યું. તેમજ તે પૂર્વે ચંદ્રયાન 3 ની બનાવટ, તેની કામગીરી અને તેને ચંદ્ર પર મોકલવાના ઉદ્દેશ્યની વિસ્તૃત માહિતી ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા ડો. રૂચિતા આર. પટેલ તેમજ વિભાગના ફેકલ્ટી મોહિત આર.અગ્રવાલ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્ધારા આપવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી નિખત વ્હોરાના સહયોગથી યોજવામાં આવ્યો હતો.