
દાહોદ,દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ માં વાર્ષિક ઇનામોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શેઠ ગિરધરલાલ વુમન્સ પી.ટી.સી. કોલેજ, દાહોદના આચાર્ય રાકેશભાઇ દોશી અને ઇન્દુભાઇ લો કોલેજ, દાહોદના આચાર્ય તન્વીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઇનામોત્સવ વર્ષ દરમિયાન યુનિવર્સિટી ગોલ્ડ મેડલ, શૌક્ષણિક, સાંસ્કૃતિક, સ્પોર્ટ્સ અને એન.એસ.એસ. વિભાગમાં ઉત્તમ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિભાગના વડાઓ, સ્ટાફ સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમનું સફળ અયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જી.જે .ખરાદીના સહકારથી વિદ્યાર્થી સંધના કો. ઓર્ડિનેટર ડો.રૂચિતા પટેલ, ડો.એચ.આર.ડાભી અને ડો.વી.જે.ચૌહાણ દ્ધારા કરવામાં આવ્યું હતું.