નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ દ્વારા વિદ્યાર્થીઓ માટે “Come n play sports 4 joy” મુહિમનો પ્રારંભ

દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના શારિરીક શિક્ષણ અને રમત-ગમત વિભાગ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે “Come n play sports 4 joy” મુહિમ અંતર્ગત તેઓ રમત-ગમત રમતા થાય અને કોલેજમાં મળેલ ફ્રી સમયનો સદુપયોગ તેઓ કોઈને કોઈ રમત-ગમતમાં પોતાનું મન પરોવીને રમે અને તેના થકી તેઓ પોતાનું સ્વાસ્થય પણ તંદુરસ્ત રાખે અને ભણવામાં પણ કુશાગ્રતા કેળવાય એવી અભિલાષા સાથે આ મુહિમ શરૂ કરવામાં આવેલ છે. કહેવાયું છે કે ‘તન સ્વસ્થ તો મન સ્વસ્થ’. આ મુહિમને કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા.જી.જે.ખરાદી એ પણ બિરદાવી છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય રમત-ગમત રમતાં થાય તે માટે પ્રોત્સાહન પૂરૂં પાડેલ છે. તેમજ કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ર્ડા.વી.જે.ચૌહાણ દ્વારા આ મુહિમ શરૂ કરીને યુવા વિદ્યાર્થીઓમાં તરવરાટ સાથે મેદાનમાં અને વર્ગમાં ઉત્સાહ જળવાઈ રહે અને શારીરિક સ્વાસ્થતા ની સાથે માનસિક સ્વસ્થતા પણ તંદુરસ્ત રહે એ ઉદેશ્યથી આ મુહિમ શરૂ કરેલ છે. વધુમાં વધુ વિધાર્થીઓ પોતાના સમય નો સદુપયોગ કરે એવી કોલેજ પરિવાર તરફથી શુભેચ્છાઓ.