દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે ગુજરાતી વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મજયંતી નિમિત્તે વ્યાખ્યાન યોજાયું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના આરંભે કોલેજના આચાર્ય ડો.બી.આર.બોદર ે સૌને આવકારી વકતાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ વક્તા નૈષધ મકવાણાએ “ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં શોષિત-પીડિત દર્શન” વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.
આ પ્રસંગે સેલ્ફ ફાયનાન્સ વિભાગના કો.ઓર્ડીનેટર પ્રા.ડો.ધવલ જોશીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં માર્ગદર્શક ડો. બી. સી. ચૌધરી,વાઈસ પ્રિન્સિપાલ ડો. હરેશ કે. પંચાલ,સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.જી.જી.સંગાડા, કોમર્સ વિભાગના પ્રા.બી.કે.પટેલ, ગુજરાતી વિભાગના પ્રા.ડો.કમલેશ આર.ગાયકવાડ, પ્રા.હિરલ બારીઆ, પ્રા.કુલદીપ ભાભોર તેમજ કોલેજનો તમામ અધ્યાપકગણ તથા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા.ડો. મુકેશપુરી ગોસ્વામીએ કર્યું હતું. આભારવિધિ પ્રા.ડો. નમ્રતા મકવાણાએ કરી હતી.