ભારતના પૂર્વના દરિયા કિનારો ધરાવતા રાજ્ય ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજુ જનતા દળના નેતા નવીન પટનાયક રવિવાર, 23 જુલાઈ, 2023ના રોજ ભારતના કોઈપણ રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી સતત મુખ્યમંત્રી પદે રહેનાર બીજા ક્રમના સ્ટેટ ચીફ મિનિસ્ટર બન્યા છે.
નવીન પટનાયક કોઇ રાજ્યમાં સતત લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર બીજા ક્રમના નેતા બન્યા છે. તેઓ 23 વર્ષ, ચાર મહિના અને 19 દિવસથી ઓડિશાના મુખ્યમંત્રી પદે છે. આટલા લાંબા કાર્યકાળ સાથે તેઓ મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી ઓડિશાના લોકોની સેવા કરવાનો રેકોર્ડ ધરાવે છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક છેલ્લા ઘણા વર્ષોથી સતત તેમના રાજ્યના લોકોની સેવા કરી રહ્યા છે. અગાઉ આ રેકોર્ડ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જ્યોતિ બસુના નામે હતો. ડાબેરી મોરચાના વરિષ્ઠ નેતા જ્યોતિ બસુ સતત 23 વર્ષ સુધી બંગાળના મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ વર્ષ 2000માં આ પદ છોડ્યું હતુ. જો કે હવે નવીન પટનાયકે 23 વર્ષકરતા વધારે મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ બનાવ્યા બાદ હવે તેઓ દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર નેતાઓની યાદીમાં ત્રીજા નંબરે આવી ગયા છે..
ભારતના કોઇપણ રાજ્યમાં સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ સિક્કિમના પવન કુમાર ચામલિંગના નામે છે. તેઓ ડિસેમ્બર 1994 થી મે 2019 સુધી સિક્કિમના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. આમ પવન કુમાર ચામલિંગ 24 વર્ષ અને 166 દિવસનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ધરાવે છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના નેતા પવન કુમાર ચામલિંગે મે-2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહી શક્યા ન હતા. એક નવી પાર્ટીએ તેમની પાસેથી રાજ્યમાં સત્તા છીનવી લીધી.
પોતાના પિતા અને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયકના નિધન બાદ વર્ષ 1997માં જ્યારે નવીન પટનાયક રાજકારણમાં આવ્યા તો તેમના વિરોધીઓએ તેમને નવા ખેલાડી ગણાવ્યા હતા. બીજી બાજુ જો નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી) જો ઓડિશામાં વર્ષ 2024માં યોજાનાર વિધાનસભા ચૂંટણી જીતીને સત્તામાં ફરી આવે તો તેઓ સિક્કિમના પવન કુમાર ચામલિંગને પછાડી દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનાર નેતા બની શકે છે.