
મુંબઇ, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ફરી એકવાર નવી ઊંચાઈએ બંધ થયા છે. સોમવારે, સેન્સેક્સ ૪૯૪.૨૮ (૦.૬૬%) પોઈન્ટના વધારા સાથે ૭૪,૭૪૨.૫૦ પર બંધ થયો જ્યારે નિફ્ટી ૧૫૨.૬૦ (૦.૬૮%) પોઈન્ટના વધારા સાથે ૨૨,૬૬૬.૩૦ પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ તેની સર્વકાલીન ઉચ્ચતમ ૭૪,૮૬૯.૩૦ અને ૭૫૦૦૦ ના મનોવૈજ્ઞાનિક સ્તરની થ્રેશોલ્ડ પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ ૨૨,૬૯૭.૩૦ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
સોમવારે બજારમાં બમ્પર ખરીદી દરમિયાન, મ્જીઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓના શેરની સંયુક્ત માર્કેટ મૂડીમાં રૂ. ૧.૩ લાખ કરોડનો વધારો થયો હતો અને તે પ્રથમ વખત રૂ. ૪૦૦ લાખ કરોડના સ્તરને વટાવી ગયો હતો. બ્લુ ચિપ કંપનીઓએ બજારમાં આ ઉત્સાહમાં નોંધપાત્ર યોગદાન આપ્યું અને નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી.