નવી સંસદ ભવન બહાર મહાપંચાયત સામે કાર્યવાહી, ખેડૂત નેતાઓ અને મહિલાએની અટકાયત કરાઇ

  • દિલ્હીમાં ૨ મેટ્રો સ્ટેશન બંધ, સિંઘુ બોર્ડર પર સ્કૂલમાં જેલ બનાવવામાં આવી.

પાણીપત, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહની ધરપકડની માગણીને લઈને કુસ્તીબાજો ૨૩ એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર ધરણાં કરી રહ્યા છે. આ દરમિયાન, આજે નવા સંસદ ભવન સામે, કુસ્તીબાજોના સમર્થનમાં તમામ ખાપોની મહિલા મહાપંચાયત બોલાવવામાં આવવી હતી પરંતુ હરિયાણા પોલીસે રવિવારે સવારથી જ ખેડૂતો અને મહિલાઓની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી.આ સાથે પોલીસે હિસાર, સોનીપત, પાણીપત, રોહતક, જીંદ અને અંબાલામાં ખાપ પ્રતિનિધિઓ અને ખેડૂત નેતાઓને કસ્ટડીમાં લીધા હતાં. ઘણા નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતાં. ખેડૂતોને રોકવા માટે પોલીસે સિંઘુ અને ટિકરી બોર્ડર પર બેરિકેડ લગાવી દીધા હતાં અને અંબાલામાં ખેડૂતોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

આ મહાપંચાયતમાં હરિયાણા ઉપરાંત યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હીના ખાપના લોકો અને ખેડૂતો ભાગ લેવાના હતાં દિલ્હી પોલીસે આ મહાપંચાયત માટે મંજૂરી આપી નથી. આ માટે દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. હરિયાણાના તમામ ટોલ પ્લાઝા પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. ત્યાં તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી હરિયાણામાં, બહાદુરગઢને અડીને આવેલી નવી દિલ્હીની ટિકરી સરહદ પર, હાઇવેની બંને બાજુ સિમેન્ટના મોટા પથ્થરો મૂકીને રસ્તો સાંકડો કરવામાં આવ્યો હતો. મહાપંચાયત માટે હરિયાણા-પંજાબથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચવાની સંભાવનાને કારણે દિલ્હી પોલીસ શનિવારે રાત્રે જ એક્શનમાં આવી ગઈ હતી. હરિયાણા પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ પછી હરિયાણામાં નવી દિલ્હી જઈ રહેલી મહિલાઓ અને ખેડૂતોની ધરપકડ શરૂ કરવામાં આવી હતી. પંજાબથી દિલ્હી જઈ રહેલી મહિલાઓનું એક જૂથ શનિવારે સાંજે અંબાલાના માંજી સાહિબ ગુરુદ્વારા પહોંચ્યું તો પોલીસે તેમને કસ્ટડીમાં લીધા. ગુરુદ્વારાના ગેટ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.મોડી રાત્રે બહાદુરગઢ બોર્ડર પર ટિકરી બોર્ડર પર સિમેન્ટના મોટા પથ્થરો લાવવામાં આવ્યા હતા. અહીં દિલ્હી હાઈવે ૧૫ ફૂટ સુધી સાંકડો થઈ ગયો હતો. ટિકરી બોર્ડર પર દિલ્હી પોલીસના ૪૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ હરિયાણા, સિંઘુ બોર્ડર અને ટિકરી બોર્ડર સાથે દિલ્હીની બંને બોર્ડર પર દિલ્હી તરફ જતાં વાહનોનું ચેકિંગ કરી રહી છે. શનિવારે મોડી સાંજે પાણીપત જિલ્લાના સિવાહ, સમલખા, જૌરાસી અને માલપુર ગામના લોકો ખાનગી વાહનોમાં દિલ્હી જવા નીકળ્યા હતા.

ખેડૂતોની ધરપકડના સમાચાર મળતાની સાથે જ કુસ્તીબાજોએ શનિવારે રાત્રે ૯ વાગ્યે જંતર-મંતર ખાતે ઇમર્જન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આમાં વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક ફરી એક વખત રડી પડ્યાં હતાં. વિનેશે કહ્યું કે સરકાર સમજૂતી પર પહોંચવા માટે અમારા પર દબાણ કરી રહી છે, પરંતુ બ્રિજભૂષણની ધરપકડ કરવાનો સવાલ જ નથી. આવી સ્થિતિમાં રવિવારે યોજાનારી મહિલા મહાપંચાયત યોજાશે.

વિનેશ અને સાક્ષીએ કહ્યું કે પોલીસ અમારા પર બળપ્રયોગ કરી શકે છે, પરંતુ અમે કોઈપણ જુલમ સહન કરવા તૈયાર છીએ. આજે આખો દેશ અમારી સાથે ઊભો છે, તેથી જ અમે આ લડાઈ લડી શક્યા છીએ. અમે બાળકો છીએ. આ બધું આપણે પહેલાં ક્યારેય જોયું નથી.યુપીના આગ્રામાં ભારતીય ક્સિાન યુનિયન (મ્દ્ભેં)ના યુપી યુનિટના સંગઠન મંત્રી રાજકુમાર કરનવાલને પોલીસે નજરકેદ કરી દીધા હતા. જ્યારે પોલીસ આવી ત્યારે કરનવાલ ઘરે ન હતા. તેઓ દિલ્હીમાં યોજાનારી મહાપંચાયતને લઈને જનસંપર્કમાં હતા. ઘરે પહોંચતા જ પોલીસે તેને નજરકેદ કરી લીધા હતા.