નવી પ્રાઇવસી પોલિસીને લીધે વોટ્સએપ છોડવાનું વિચારો છો તો આ કરવાનું ભુલતા નહીં

વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને લીધે જો તમે વોટ્સએપ છોડવાનું વિચારી રહ્યાં છો તો સૌથી પહેલા વોટ્સએપ સર્વરમાંથી તમારો ડેટા ડિલીટ કરવાનું ના ભુલતા. વોટ્સએપની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે અપનાવો આ ટ્રીક.

  • સરળ ટ્રીકથી વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી શકશો
  • વોટ્સએપ અનઈન્સ્ટોલ કરતા પહેલા સર્વરમાંથી ડેટા ડિલીટ કરો
  • વોટ્સએપ છોડીને ટેલિગ્રામ અને સિગ્નલ જેવા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરફ વળી રહ્યાં છે

પ્રાઇવસી પોલિસીને લીધે ખૂબ રોષે ભરાયેલા છે લોકો

વોટ્સએપની પ્રાઇવસી પોલિસી આવવાને લીધે યૂઝર્સને પોતાનો ડેટા લીક થવાનો ખતરો સતાવી રહ્યો છે. વિશ્વભરમાં લોકો વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લીધે ખૂબ રોષે ભરાયેલા છે. જેથી ઘણાં લોકોએ વોટ્સએપ છોડી દેવાનું મન બનાવી લીધુ છે.

લોકો વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી રહ્યાં છે

હવે તો લોકો વોટ્સએપ છોડીને ટેલિગ્રામ અને સિગ્નલ જેવા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરફ વળી રહ્યાં છે. પણ બીજી તરફ જે લોકો વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરી રહ્યાં છે તેમને અમુક સવાલો સતાવી રહ્યો છે કે તેઓ વોટ્સએપ એકાઉન્ટની પૂરી હિસ્ટ્રી ડિલીટ કરી શકશે કે નહીં, શું વોટ્સએપમાં તેમનાં ફોટો અને વીડિયો સેવ રહેશે, તેમની જુની ચેટ સેવ તો નથીને જેવા મહત્વના પ્રશ્નો છે.

એકાઉન્ટની હિસ્ટ્રી ડિલીટ કરવી પડશે

આ બધા પ્રશ્નોનાં જવાબ માટે વોટ્સએપ યૂઝર્સે સર્વરમાંથી પોતાનાં એકાઉન્ટની હિસ્ટ્રી ડિલીટ કરવી પડશે. ફક્ત વોટ્સએપને અનઈન્સ્ટોલ કરતા પહેલા ડેટા સર્વરમાંથી હટતો નથી. માટે વોટ્સએપને ડિલીટ કરતા પહેલા તેનાં એકાઉન્ટની પૂરી હિસ્ટ્રી ડિલીટ કરવાનું ભૂલશો નહીં.

આવી રીતે કરી શકશો વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ

  • સૌથી પહેલા તમારું વોટ્સેપ ઓપન કરો
  • હવે વોટ્સએપ પર જમણી બાજુમાં દેખાતા 3 ડોટ પર ક્લિક કરો
  • જ્યાં account ઓપ્શન પર ક્લિક કરો
  • હવે આપવામાં આવેલ delete my account પર ક્લિક કરો
  • જ્યાં નવા પેજ પર તમને તમારો ફોન નંબર નાંખવો પડશે, પછી delete my account પર ક્લિક કરો
  • જ્યાં તમને તમારુ એકાઉન્ટ કેમ ડિલીટ કરવું છે તેનું કારણ જણાવવું પડશે
  • હવે ફરી એક વાર delete my account પર ક્લિક કરો
  • એવુ કર્યા બાદ તમારા બધા વોટ્સએપ મેસેજ પૂરી રીતે ડિલીટ થઈ જશે. તેની સાથે તમારા વોટ્સએપનાં બધા ગ્રૂપ્સ પણ દૂર થઈ જશે
  • આ પ્રકારે એકાઉન્ટ ડિલીટ કરવાની ખાસ બાબત છે કે google Discમાંથી પણ તમારો પૂરો ડેટા સંપૂર્ણ રીતે ડિલીટ થઈ જશે.
  • હવે તમે વોટ્સએપને અનઈન્સ્ટોલ કરી શકો છો, તમારો પૂરો ડેટા વોટ્સએપ સર્વરમાંથી ડીલિટી થઈ જશે.