
લાહૌર,
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ (પીએમએલ એન)ના વડા અને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના નિર્દેશથી પાકિસ્તાનની રાજનીતિ ગરમ થઇ ગઇ છે.નવાજ શરીફે પોતાની પાર્ટીના નેતાઓને આગામી સામાન્ય ચુંટણી માટે લોકોને એક કરવાનું અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ધ ન્યુઝ ઇટરનેશનલ અખબારના જણાવ્યા અનુસાર ૭૩ વર્ષીય નેતાએ સત્તારૂઢ પાર્ટીના સભ્યોથી ચુંટણીની તૈયારી શરૂ કરવા અને જનતાની વચ્ચે જઇ ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક એ ઇસાફ (પીટીઆઇ) પાર્ટી અને તેના સાથી પક્ષોનો મુકાબલો કરવા કહ્યું છે.નવાજ શરીફને નવેમ્બર ૨૦૧૯માં લાહોર હાઇકોર્ટે સારવાર માટે વિગેશ જવાની ચાર અઠવાડીયાની મંજુરી આપી હતી ત્યારબાદ તે લંડન ગયા અને ત્યાંથી પાકિસ્તાન પાછા ફર્યા નથી પાકિસ્તાનમાં તેમને ભ્રષ્ટ્રાચારના દોષિત ઠેરવ્યા હતાં અને જેલ મોકલી દીધા હતકાં તેમની પાર્ટીએ ગત મહીને જાહેરાત કરી હતી કે તેમણે પોતાના સ્વ નિર્વાસિત પુરમુખની વાપસીની તૈયારી શરૂ કરી દીધી છે.
પાર્ટી સુત્રોના હવાલાથી અખબારે કહ્યું છે કે નવાજે પોતાની પાર્ટીના નેતાઓની સાથે ઓનલાઇન બેઠકોમાં પંજાબમાં વિશ્ર્વાસમત પહેલા પોતાની રાજનીતિક ગતિવિધિઓ તેજ કરવાનો નિર્દેશ આપ્યો છે.તેમના નાના ભાઇ અને વડાપ્રધાન શહબાજ શરીફને વિરોધ પક્ષોને પંજાબ વિધાનસભાને ભંગ કરતા રોકવા માટે એક સમાધાન શોધવના માટે સહયોગીઓની સાથે જોડાવવા માટે કહ્યું છે.પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે જો વડાપ્રધાન શહબાદના નેતૃત્વવાળી સંધીય સરકાર વાર્તા કરવા માટે બસશે નહીં અને સામાન્ય ચુંટણીની તારીખોની જાહેરાત નહીં કરે તો તે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં વિધાનસભાઓને ભંગ કરી દેશે અનેક પક્ષોના ગઠબંધનવાળી સંધીય સરકાર હાલ ચુંટણી કરાવવાનો વિરોધ કરી રહી છે.
વર્તમાન નેશનલ એસેમ્બલી નો કાર્યકાળ ઓગષ્ટ ૨૦૨૩માં સમાપ્ત થઇ રહ્યો છે.પીએમએલ એન પાર્ટીથી સંબંધિત પંજાબના રાજયપાલે ખાનને પંજાબ વિધાનસભાને ભંગ કરવા માટે પગલા ઉઠાવ્યા છે. જો વિરોધી ગઠબંધન અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર જરૂરી મતોની સંખ્યા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે છે તો ફરી ખાનની વિધાનસભા ભંગ કરવાની જાહેરાત લાગુ થશે.