નવજાતને બિલ્ડિંગથી નીચે ફેંકી કરી હત્યા, શંકાસ્પદ કિશોરી માત્ર ૧૫ વર્ષની

સુરત,

શહેરમાં સતત નવજાત બાળકોને ત્યજી દેવાના મામલા સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કાળજુ કંપાવી નાંખનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી હતી. જોકે, આ બાળકને કોઈએ પાપ છુપાવવા માટે ત્યજી દેવાની વાત સામે આવી હતી. તે જગ્યાએથી બાળક મળી આવ્યું હતું ત્યાંનાં સીસીટીવી ચેક કરતા આ બાળકને મકાનના ઉપરના ભાગની ફેકી દેવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું હતું. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ સીસીટીવીમાં એક શંકાસ્પદ છોકરીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

સામાન્ય રીતે આવી ઘટનાઓમાં પોલીસ તાત્કાલિક બાળકનો કબજો લઈ સારવાર હોસ્પિટલ ખસેડી એના માતા-પિતાને શોધવાની કામગીરી કરતા હોય છે. પણ સુરતના મતદાલા ગામ નજીક નવજાત ત્યજી દેવાયેલું મૃત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃત હાલતમાં બાળક મળી આવતા ઉમરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સુરત ડીસીપી, સાગર બાગમારનાં જણાવ્યા પ્રમાણે, નવજાત બાળક જ્યાંથી નીચે પટકાયું હતું. ત્યાનાં સીસીટીવી તપાસતા એક શંકાસ્પદ મહિલા મળી આવી હતી. તેની પૂછપરછ કરતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. જેમાં બાળકની માતા માત્ર ૧૫ વર્ષની હોવાનું સામે આવ્યું છે. હજી બાળકનાં પિતા અંગે તપાસ ચાલી રહી છે.

પોલીસને સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવતી પણ દેખાતી હતી. જેના આધારે તેની પૂછપરછ હાથ ધરી છે. કહી શકાય તે આ માતાએ પોતાના બાળકને મકાનના ઉપરના ભાગની નાંખી દીધું હોવાનું સામે આવ્યું છે. જોકે, પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો પણ સામે આવી શકે છે.