નવાગામ માધ્યમિક શાળા ખાતે ચાંદીપુરમ વાયરસ અને ટીબી રોગ અંતર્ગત બાળકોને માહિતગાર કરવામાં આવ્યા

આજરોજ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરડીમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવટ તથા જીલ્લાક્ષય અઘિકારી ડો. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન અન્વયે નવાગામ માધ્યમિક શાળામાં ચાંદીપુરમ અને ટીબી રોગ અંતર્ગત શાળામાં બાળકોને હાલમાં ચાલી રહેલ ચાંદીપુરમ વાઇરસ વિશે વિસ્તારપૂર્વક જાણકરી આપવામાં આવી

જેમાં સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે. જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે.

ચાંદીપુરમ તાવના લક્ષણો ….

” બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા – ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું.,

ચાંદીપુરમ રોગોથી બચવાના ઉપાયો ….

” ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલછિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 0 થી 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

ટીબી વિશે માહીતિ …

સાથે સાથે ટીબી એ હવા દ્વારા ફેલાતો રોંગ છે. ખાંસી આવવી, તાવ આવવો, વજન માં ઘટાડો થવો, રાતે પરસેવો થવો, ક્યારેક ક્યારેક ગળફામાં લોહી પડવું જેવાં લક્ષણો ટીબી ના હોય છે

ટીબી એ નખ અને વાળ સીવાય શરીરના દરેક અવયવોમાં ટીબી થઇ શકે છે. ટીબીની તપાસ દરેક સરકારી દવાખાનામાં મફત થાય છે .

એક ટીબીનો દર્દી જો સારવાર ન લે તો ઍક વર્ષમાં 10થી 12 , દર્દીઓ પેદા કરે છે . ટીબીની સારવાર ડોટ્સ પધ્ધતિ થી વિના મૂલ્યે આપવામાં આવે છે . ટીબીના દરેક દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત માસીક 500રૂપિયા આપવામા આવે છે. આમ, આ કાર્યક્રમમાં જીલ્લાક્ષય કેન્દ્ર ના તબીબી અધિકારી ડો. અમરસિંગ ચૌહાણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો હેલ્થ સ્ટાફ તથા શાળાના શિક્ષક ગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતો.