સંતરામપુર,
સંતરામપુર અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર તેમજ એકલ વિદ્યાલય દ્વારા ગાયત્રી શક્તિપીઠ માર્ં ભગવતી હોલમાં નવા વરાયેલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરનું સંતરામપુર કડાણા અને ફતેપુરાના તેમજ એકલ વિદ્યાલયના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું. દેવ સંસ્કૃતિ વિશ્ર્વવિદ્યાલયની પીજી ડિપ્લોમા ગાઈડેન્સ એન્ડ કાઉન્સિલિંગ કોર્સ કરતી ઇન્ટરનશીપ બહેનો દ્વારા સ્વાગત અભિવાદન કરી દેવ સંસ્કૃતિ વિશ્ર્વવિદ્યાલય આજના યુગની જરૂરિયાત જણાવી સૌને ગુરૂદેવનો સંદેશો પાઠવવામાં આવ્યો. તેમજ ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા ગાયત્રી મહામંત્રના દુપટ્ટાથી શિક્ષણ મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. એકલ વિદ્યાલય દ્વારા અભિનય ગીત વંદના ગીત સ્વાગત નૃત્ય રજૂ કરી ડોક્ટર કુબેરભાઈને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું. આજના પ્રસંગે ડોક્ટર કુબેરભાઈ દેવ સંસ્કૃતિ વિશ્ર્વવિદ્યાલયની બહેનોને શાબ્દિક ઉદ્દબોધનમાં સરાહનીય કાર્ય બતાવી તેમનું ગાયત્રી મંત્ર ઉપવસ્ત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું સફળ સંચાલન ઉપજોન પ્રભારી રામજીભાઈ ગરાસીયા તેમજ ગાયત્રી પરિવારના ટ્રસ્ટી સર્વ નાથાભાઈ ડામોર, સોમાભાઈ પટેલ, ગેમાભાઈ ભગોરા, મનોજભાઈ ડામોર, કડાણા તાલુકા સંયોજક નરવતભાઈ માલીવાડ, ફતેપુરા તાલુકા સંયોજનો પાર્સિંગભાઈ ડોડીયાર દ્વારા કરવામાં આવ્યું હતું.