રાજકોટ,
નવા વર્ષની ઉજવણી ટાણે દારૂ અને ડ્રગ્સના દુષણને ડામવા પોલીસ માત્ર એકશન પ્લાન બનાવીને સંતોષ માને છે પણ પોલીસના નાક નીચેથી જ દારૂનો જંગી જથ્થો ઘુસતો હોવાની હકીક્તથી સામે આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે રાજકોટમાંથી દારૂ ભરેલું ગોડાઉન પકડીને મોટી કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે, નવાગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન દારૂનું ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો છે. મહત્વની વાત એ છે કે રાજકોટ પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને આ જથ્થો પકડયો. આરોપીઓ ગોડાઉનમાં નકલી દારૂ બનાવતા હોવાનો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
રમ અને ઓરેન્જ વોડકા લેવર સ્પિરિટમાં નાંખી આરોપીઓ નકલી દારૂ બનાવતા હતા.અને ત્યારબાદ પ્લાસ્ટિકની બોટલમાં ભરી નકલી દારૂ વેચતા હતા. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલે ૧૦૫૪ નકલી દારૂની બોટલ અને ૨૦૫૪ બોટલ વિદેશી ઓરીજીનલ દારૂની બોટલ સહિત કુલ ૭.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ મોનુ નરેન્દ્ર પ્રસાદ અને વિપુલ મેપા સરૈયા નામના આરોપીઓની ધરપકડ કરી છે..જ્યારે અન્ય હસમુખ શકોરિયા નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.