નવીદિલ્હી,
નવા વર્ષને આવકારવા માટે ઉજવવામાં આવતી ઉજવણીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આરોગ્ય વિભાગે આ માટે એડવાઈઝરી જારી કરી છે. તમામ હોટેલ, રિસોર્ટ અને મોલ ઓપરેટરોને તેમની મુલાકાત લેનારા લોકો માટે કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
સીએમઓ ડો. મનોજ અગ્રવાલે જણાવ્યું કે તમામ આયોજકોને ખુલ્લી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે. પાર્ટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે. હોટેલ ઓપરેટરોને કહેવામાં આવ્યું છે કે તેઓ વિદેશથી પરત ફરેલા યાત્રીઓ વિશે તાત્કાલિક માહિતી આપે, જેથી કરીને તેઓ કોરોનાના લક્ષણો માટે ટેસ્ટ કરી શકે.
કોરોનાના નવા પ્રકારનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ તપાસનો વ્યાપ વધારશે. આ માટે રેપિડ રિસ્પોન્સ ટીમ પણ વધારવામાં આવી રહી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવનારા વધુને વધુ લોકોની તપાસ કરાવવાની સાથે તેમના જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવશે. હાલમાં દરરોજ ૮૦૦ થી ૧૦૦૦ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કેસ મળ્યા બાદ ૩૦-૪૦ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. હવે ૫૦ થી ૬૦ લોકોની તપાસ કરવામાં આવશે.