નવા વર્ષના પ્રથમ દિવસે જ મનરેગા કર્મચારીઓને લોટરી લાગી, પગારમાં ૫ ટકાનો વધારો થયો

જયપુર,

રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં ૫ ટકાનો વધારો કર્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, મુખ્યમંત્રી અશોક ગહેલોતે મનરેગા યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરતા કરાર આધારિત કામદારોને વેતનમાં ૫ ટકાનો વધારાની મંજૂરી આપી દીધી છે.

આ વધારો ૧ નવેમ્બર, ૨૦૨૨થી કરવામાં આવ્યો છે. તેનાથી રાજ્ય સરકાર પર ૪.૧૦ કરોડ રૂપિયાનો વધારાનો બોઝ આવશે. જે અનુસાર, ગહેલત સરાકરના નિર્ણયથી યોજના અંતર્ગત રાજ્યના અલગ અલગ પદ પર કાર્યરત કરાર આધારિત કામદારોની આવક વધશે અને તેમનું જીવન સ્તર સુધરશે.

ઉલ્લેખનિય છે કે, ગહેલોતે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને પ્રતિવર્ષ વધારાની જોગવાઈ કરી છે. આ વેતનમાં વધારા સંબંધિત ઘોષણા હતા.

રાજસ્થાન સરાકર ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય પુલિસ સેવા તથા ભારતીય વનસેવાના લગભગ ૧૦૦ અધિકારીઓને વેતન વધારો કર્યો છે. પ્રમોશન મેળવનારા ૫૦થી વધારે આઈએએસ અધિકારી સામેલ છે. રાજ્યના કાર્મિક વિભાગે શનિવારે તેના વિશે આદેશ જાહેર કર્યા છે. આ પ્રમોશન એક જાન્યુઆરી ૨૦૨૩થી લાગૂ થશે.