નવા વર્ષે 26 IAS અધિકારીઓના પ્રમોશન:રાજકોટના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરાનું પ્રમોશન

રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે. આ 26 IASમાંથી 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 23 આઈપીએસ અધિકારીનાં મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર થયા છે. પોલીસ ભરતી બોર્ડનાં ડિરેક્ટર જનરલ નીરજા ગુટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે. ગૃહ વિભાગનાં સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.

ગૃહ સચિવ નિપુણા તોરવણેને એડીજીપી કક્ષાએ બઢતી આપવામાં આવી

હાલનો હોદ્દો પ્રમોશન

1. નીરજા ગોટરુ, એડીજીપી, પોલીસ ભરતી બોર્ડ ડીજીપી, પોલીસ ભરતી બોર્ડ

2. નિપુણા તોરવણે, સચિવ, ગૃહ એડીજીપી, ગૃહ

3. હિતેશ જોયસર, એસપી, સુરત ગ્રામ્ય ડીઆઈજી, સુરત ગ્રામ્ય

4. તરુણ દુગ્ગલ, એસપી, મહેસાણા ડીઆઈજી, મહેસાણા

5. ચૈતન્ય માંડલિક, એસપી, CID ક્રાઇમ ડીઆઈજી, CID ક્રાઇમ

6. સરોજકુમારી, એસપી, પશ્ચિમ રેલવે ડીઆઈજી, પશ્ચિમ રેલવે

7. આર. વી. ચુડાસમા, કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-9, વડોદરા ડીઆઈજી, SRPF, ગ્રુપ-9, વડોદરા

8. આર. પી. બારોટ, ડીસીપી, ઝોન-5, સુરત એડિ. કમિશનર, ઝોન-5, સુરત

9. ડો. જી. એ. પંડ્યા, એસપી, સુરેન્દ્રનગર ડીઆઈજી, સુરેન્દ્રનગર

10. રાજન સુસરા, એસપી, મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, હજીરા ડીઆઈજી, મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, હજીરા

11. સુધા પાંડે, કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-13, રાજકોટ ડીઆઈજી, SRPF, ગ્રુપ-13, રાજકોટ

12. સુજાતા મજમુદાર, ડે. ડિરેક્ટર, સ્ટેટ પોલીસ એકેડેમી જોઈન્ટ ડિરેક્ટર, સ્ટેટ પોલીસ એકેડેમી

સિલેક્શન ગ્રેડ : 1. સુધીર દેસાઈ, એસપી, ઇન્ટેલિજન્સ, ગાંધીનગર, 2.બલરામ મીણા, ડીસીપી ઝોન-1, અમદાવાદ, 3. ડો. કરણરાજ વાઘેલા, એસપી, વલસાડ, 4. એસ. વી. પરમાર, ડીસીપી ઝોન-1, રાજકોટ સિટી, 5. એ. એમ. મુનિયા, કમાન્ડન્ટ, SRPF ગ્રુપ-5, ગોધરા

@ લેટ નાઈટ

જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ : 1. ડો. રવીન્દ્ર પટેલ, કાર્યકારી નિયામક, પો. હા., 2. શેફાલી બરવાલ, SP, અરવલ્લી, 3. પ્રેમસુખ ડેલુ, SP, જામનગર, 4. પ્રવીણ કુમાર, SP, CBI, દિલ્હી, 5. અમિત વસાવા, SP, CBI, મુંબઈ, 6. બી. આર. પટેલ, કમાન્ડન્ટ, મેટ્રો સિક્યોરિટી

240 ASIને પ્રમોશન આપી PSI બનાવ્યા ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. ગઈકાલે તા.30 ડિસેમ્બર 2024ના રોજ વધુ 240 એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉત્તીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે પી.એસ.આઇથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કૂલ 6770 કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.

પોલીસ કર્મચારીઓમાં નવી ઊર્જાનો સંચાર કર્મચારીની બઢતી તેનામાં નવી ઊર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્ત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઊર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

પોલીસકર્મીઓને બઢતીનો લાભ મળ્યો વર્ષ-2024માં અત્યાર સુધીમાં 314 પી.એસ.આઇને પી.આઇ, 397 એ.એસ.આઇને પી.એસ.આઇ, 2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 231 ક્લેરિકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ નિર્ણયથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.

વનવિભાગના PCCF તરીકે ડો. એ.પી.સિંઘની નિયુક્તિ રાજ્યના વનવિભાગના PCCF ( Principal Chief Conservator of Forests & Head of the Forests Force, Gujarat State, Gandhinagar) તરીકે 1990 બેચના IFS અધિકારી ડો.એ.પી.સિંઘની નિયુક્તિ કરાઈ છે.