
બુધવારે સતત ત્રીજા દિવસે નવા વક્ફ કાયદા મામલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં હોબાળો ચાલુ રહ્યો. નેશનલ કોન્ફરન્સ (NC) અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. વિધાનસભાની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
જ્યારે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો નવા કાયદા પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા, ત્યારે ભાજપના ધારાસભ્યો રાજ્ય સરકાર સામે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યારે ભાજપના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા ત્યારે તેમની અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું.
આ દરમિયાન, AAP ધારાસભ્ય મેહરાજ મલિકનો PDP ધારાસભ્ય વાહીદ પારા સાથે ઉગ્ર બોલાચાલી થઈ. AAP ધારાસભ્યએ વાહિદ પારા પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યા હતા.
ભાજપનું કહેવું છે કે જ્યારે લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા પછી બિલ પસાર થઈ ગયું હોય, તો પછી વિધાનસભામાં તેની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તેમજ, વિધાનસભા અધ્યક્ષે પણ નિયમોનો હવાલો આપીને ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો છે.
મમતાએ કહ્યું- બંગાળમાં નવો વકફ કાયદો લાગુ નહીં થાય,ધર્મના નામે કોઈ ભાગલા પાડી શકશે નહીં

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે નવો વકફ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી છે, મુસ્લિમ સમુદાયની સંપત્તિનું રક્ષણ કરાશે.
મમતા કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. મમતા કહ્યું-
કેટલાક લોકો પૂછે છે કે હું દરેક ધર્મના સ્થળો પર કેમ જાઉં છું. હું આખી જિંદગી જઈશ. જો કોઈ મને ગોળી મારે તો પણ હું એકતાથી અલગ થઈ શકીશ નથી. બંગાળમાં ધર્મના નામે કોઈ ભાગલા પાડી શકશે નહીં. જીવો અને જીવવા દો, આ અમારો રસ્તો છે.
આ નિવેદન પર, ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે મમતા નકલી હિન્દુ છે, તેમણે તેમની ભાષા અને આચરણ દ્વારા આ સાબિત કર્યું છે. મુર્શિદાબાદ હિન્દુઓની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. છતાં મમતા ચૂપ છે.
લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થયા બાદ, વક્ફ સુધારો કાયદો 8 એપ્રિલથી દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. તેની બંધારણીયતા સામે સુપ્રીમ કોર્ટમાં 12 અરજીઓ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ તેના પર સુનાવણી કરવા માટે તૈયાર છે. તારીખ હજુ નક્કી થઈ નથી.
આ તરફ, મંગળવારે સાંજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ બિલ કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસા હવે થંભી છે. બુધવાર સવારથી પરિસ્થિતિ સામાન્ય છે. સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્યાંય પણ અરાજકતાના કોઈ અહેવાલ નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, રઘુનાથગંજ અને સુતી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ છે, જે 10 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. તેમજ, જંગીપુર સબ-ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ 11 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે.