
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૩-૨૪નું ૨૪ ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતનું બજેટ રજુ થયું હતું. બજેટમાં નાણામંત્રી કનુ દેસાઇએ અનેક માળખાકીય સુવીધાઓ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જાહેરાત કરી હતી, જેમાં ઉદ્યોગ વિભાગને લઇને કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકારે ધોલેરા સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન- એસઆઇઆરમાં ડેવલપ થયેલી લેન્ડના ૩૭.૫૦ ટકા જેટલી જમીન ભારતના સૌપ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટ માટે ફાળવણી થઈ છે. વેદાંતા ફોક્સકોન દ્વારા થયેલી ફાળવણીની પ્રક્રિયાનો પત્ર ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. જ્યાંથી મંજૂરી મળ્યા બાદ આ કંપની ધોલેરા એસઆઇઆરમાં પ્લાન્ટનું બાંધકામ શરૂ કરશે. રૂ.૧.૫૦ લાખ કરોડના રોકાણ સાથે કંપનીએ આગામી ત્રણેક વર્ષમાં સેમિ કન્ડક્ટરનું ઉત્પાદનો શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી દરમિયાન ઓટો મોબાઈલથી શરૂ કરીને ઈલેક્ટ્રોનિક ગેઝેટ સહિત કાર, વોશિંગ મશીન, ફ્રિજથી શરૂ કરીને બેંકિગ વ્યવહારો માટે ઉપયોગી એવા ડેબિટ- ક્રેડિટકાર્ડ સહિત તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેઝેટમાં ચીપ અર્થાત સેમી કન્ડક્ટર ઉપકરણો માટે વિશ્ર્વ આખુ ચીન ઉપર નિર્ભર છે. આ તબક્કે સેમી કન્ડક્ટરના ઉત્પાદન માટેનો ભારતનો સર્વપ્રથમ પ્લાન્ટ ધોલેરામાં સ્થપાવા જઈ રહ્યો છે. વેદાંતા ફોક્સકોનને ૬૦૦ એકર જમીન ફાળવણી બાદ તેમની મંજૂરી માટે ગુજરાત સરકારે ભારત સરકારને પત્ર મોકલ્યો છે. જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતીય કંપની વેદાંતા અને તાઈવાન બેઝડ ફોક્સકોનનુ એક ડેલિગેશન સપ્તાહથી ધોલેરા અને ગાંધીનગરમાં હોવાનું જાણવા મળ્યુ હતુ.
નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે ટેક્સટાઇ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રૂ ૧૫૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.મોટા ઉદ્યોગો અને એકમોને પ્રોત્સાહન આપવા માટે રૂ ૮૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.એમએસએમઇ ક્ષેત્રો રાજ્ય માટે કરોડરજ્જુ સમાન છે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ૧૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.જયારે ઉદ્યોગોની લોજીસ્ટીક કોસ્ટ ઘટાડવા માટે , લાસ્ટ માઇલ રેલ કનેક્ટિવીટી પૂરી પાડવા તેમજ લોજીસ્ટીક ફેસીલીટી વિક્સાવવા રફાળેશ્ર્વર અને બેડી પોર્ટ ટમનલ બનાવવા રૂ ૨૩૭ કરોડની જોગવાઇ કરવામાં આવી.
કુટીર ઉદ્યોગ માટે જાહેરાત કરતા નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે ઓડીઓપી યોજના હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિત આઇટમની આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા માનનીય વડાપ્રધાનશ્રીએ આહ્વાન કરેલ છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી અને કચ્છનું ભરતકામ એ ગુજરાતની આગવી ઓળખ અને ભવ્ય વારસાના પ્રતિક છે, કે જેમને જી.આઇ.ટેગ મળેલ છે. એક્તાનગર ખાતે દેશના વિવિધ રાજયોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવેલ છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટીમોલ સ્થાપવામાં આવશે. જયારે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે ૩૭ હજાર લાભાર્થીઓ માટે RS.૨૩૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જયારે માનવ કલ્યાણ યોજના અન્વયે ૨૭ ટ્રેડ માટે અંદાજે ૩૫ હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.