લોક્સભાનું ચૂંટણીનુ પરિણામ આવી ગયુ છે. ત્યારે લોક્સભાની વડોદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની જીત થઈ છે. ડો. હેમાંગ જોશીએ જેટલા મતથી વિજય થયા તેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. જેના પગલે ડો. હેમાંગ જોશીએ ૫લાખ ૮૨હજાર ૧૨૬ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો.
કલેકટર ઓફિસ પહોંચીને હેમાંગ જોશીએ ૫,૮૨,૧૨૬ રુપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જરુરી છે. લોકોની સુરક્ષા અને કાયદા સાથે બાંધછોડ નહીં થાય. તમામ દસ્તાવેજો અને પ્રક્રિયાનું નિયમિત ઓડિટ થશે. તેમજ તેમણે જણાવ્યુ કે સંકલનની બેઠકમાં તમામ સાથે મળીને નિર્ણય લેવાશે.