
- વિપક્ષ પહેલા રામ મંદિર બાદ હવે સંસદ ભવનનો વિરોધ કરે છે. તેમણે કહ્યુ હતું કે સંસદ આપણા માટે એક આસ્થાનું કેન્દ્ર છે.: ગૃહમંત્રી
ગાંધીનગર, નવા સંસદ ભવન મુદે સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. આગામી ૨૮ મેના રોજ નવા સસંદ ભવનનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઇ રહ્યુ છે. ત્યારે વિપક્ષી દળોએ નવા સસંદ ભવન કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતું કે, નવા સસંદ ભવનનો વિરોધ દેશની ૧૪૦ કરોડ ભારતીઓનું અપમાન સમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા તેઓના દુરંદેશી હેઠળ દેશની લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનના નવનિમત સંકુલને આગામી ૨૮ મેના રોજ લોકાર્પણ થવા જઇ રહ્યુ છે તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણક બાબત છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, કુલ ૧૯ વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનનું લોકાર્પણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તે નિંદનીય છે. સંર્વાદિત છે કે, આગામી ૨૮ મે ૨૦૨૩ના રવિવારના રોજ સંસદભવનું લોકાર્પણ નિશ્ર્ચિત છે. તેઓને વિરોધ એ દેશના મહાન લોક્તાંત્રિક મુલ્યો અને સંવિધાનિક માન્યતાઓ ઉપર હુમલો છે. લોક્તંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે. લોકોના હદયના ધબકારના સમાન છે. અહી દેશની નિતીઓ ઉપર નિર્ણય થાય છે. જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. પાછલા ૯ વર્ષના જોઇએ તો વિપક્ષી દળોએ વારવરા સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લઘન કર્યુ છે. સત્રોમાં હમેશા બાધારુપ બન્યા છે. બહિષ્કારનો આ નિર્ણય લોક્તાંત્રિક પ્રકિયાને સરેઆમ અપમાન કરવા બરાબર છે.
વધુમાં ભુપેન્દ્ર પટેલ જણાવ્યુ હતું કે, જીએસટી વિશેષ સત્રનો બહિષ્કાર તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અધ્યક્ષ પણે કરાયો હતો. તેઓને ભારત રત્ન પ્રદાન કરવાના સમારોહનો પણ બહિષ્કાર કરાયો હતો. રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ નિવાચત થવા બદલ સામાન્ય શિષ્ટચારમાં પણ વિલંબ કરેલ હતો. વર્તમાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી માટે તેઓને અનાદર રાજનૈતિક મર્યાદામાં નિમ્નસ્તર પર પહોંચાડી, આ માત્ર તેઓનું અપમાન ન હતું પરંતુ અનુસુચિત જાતિ અને જનજાતિ સમુદાયનું સીધુ અમપાન હતું. આ જ ગઠબંધનોએ આપતકાલ લાગુ કરી કલમ ૩૫૬નો વારંવાર દુર ઉપયોગ કરી નાગરિક સ્વાતંત્ર્યતાનું હનન કર્યુ હતું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબડેકર જેવા અનેક દેવસેવકોનું અપમાન છે. આઝાદીના અમૃતકાળના આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે આ વિરોધ દળો દ્વારા દેશની ૧૪૦ કરોડ ભારતીયોનું અપમાન બરાબર છે. તે ક્યારેય ભુલાય તેમ નથી.
દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા મોટુ નિવેદન આપ્યુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ કે નહીં ? તેમણે કહ્યુ હતું કે વડાપ્રધાન મોદીએ વિદેશની ધરતી પર દેશનું ગૌરવ વધાર્યુ છે. હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે આ પહેલા પણ વિપક્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ વિપક્ષને લોક્તંત્ર વિરોધી ગણાવ્યુ હતું. તેણે વધુમાં કહ્યુ હતું કે વિપક્ષ પહેલા રામ મંદિર બાદ હવે સંસદ ભવનનો વિરોધ કરે છે. તેમણે કહ્યુ હતું કે સંસદ આપણા માટે એક આસ્થાનું કેન્દ્ર છે.