નવા મતદાતા “ભારતકા ભાગ્યવિધાતા”ની વક્તૃત્વ સ્પર્ધામાં કોમર્સ કોલેજ પ્રથમ

ગોધરા, ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગોધરાની ચાર કોલેજો વચ્ચે “નવા મતદાતા ભારત કા ભાગ્યવિધાતા” વિષય પર રાખેલી વક્તૃત્વ સ્પર્ધામાં સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા પ્રથમ ક્રમે આવી છે. કોલેજની વિદ્યાર્થી કુ. અર્ચના ઠાકોરે પ્રથમ નંબર મેળવી કોમર્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે. જ્યારે યસ ક્રિષ્નાની અને સંધ્યા ગુરૂવાણીએ પણ તૃતીય ક્રમ મેળવી કોલેજ માંથી ભાગ લીધેલા ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા બની કોલેજને ગૌરવ અપાવ્યું છે.

સ્પર્ધાનું સમગ્ર સંચાલન અને આયોજન ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર નિર્મિત દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર ડો.અરૂણસિંહ સોલંકી,પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રભારી યોગદિપસિંહ જાડેજા, પંચમહાલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગોધરાના નિર્મિત દેસાઈ, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર તથા નિર્ણાયક તરીકે બૌધ્ધિક સેલના ક્ધવીનર પંચમહાલના પલ્લભભાઈ દેસાઈ સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.