નવા મહિનાના પહેલા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો

નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ આ વધતી મોંઘવારી સામે થોડી રાહત આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ૧ જુલાઈથી ૩૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ ઘટાડો કોમશયલ સિલિન્ડર માટે છે.

૧ જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જો કે આ રાહત કૉમર્શિયલ સિલિન્ડર એટલે કે ૧૯ કિલોગ્રામવાળો બાટલો છે તેમાં આપવામાં આવી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાટલામાં ઘટેલા આ ભાવનો લાભ જે લોકો કૉમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમને એટલે કે રેસ્ટોરન્ટ ઓનર, ઢાબાવાળા જેવા લોકોને થશે. તેમને હવે ૩૦ રૂપિયા સસ્તો બાટલો મળશે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

૧ જુલાઈ ૨૦૨૪થી ૧૯ કિલોગ્રામવાળા કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૩થી ૩૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આ બાટલાની કિમત ૩૦ રૂપિયા તો કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં ૩૧ રૂપિયા ઘટી છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમશયલ સિલિન્ડર ૧૬૭૬ ની જગ્યાએ ૧૬૪૬ રૂપિયાનો મળશે. જ્યારે કોલકાતામાં ૧૭૫૬ રૂપિયામાં, ચેન્નાઈમાં ૧૮૦૯.૫૦ રૂપિયામાં અને મુંબઈમાં ૧૫૯૮ રૂપિયામાં મળશે. એ જ રીતે પટણામાં કોમશયલ સિલિન્ડર ૧૯૧૫.૫ રૂપિયા, અમદાવાદમાં ૧૬૬૫ રૂપિયામાં મળશે.

જો ૧૪.૨ કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં તે ૮૦૩ રૂપિયા, કોલકાતામાં ૮૨૬ રૂપિયા, મુંબઈમાં ૮૦૨ રૂપિયા અને ચેન્નાઈમાં ૮૧૮ રૂપિયામાં મળે છે. જનતાને આશા છે કે જલદી આ મોંઘા ગેસ સિલિન્ડરમાં થોડી રાહત મળશે.